News of Sunday, 11th August 2024
મધ્યપ્રદેશના ગુનામાં બે સીટર પ્લેન ક્રેશ, એન્જિન ફેલ થવાને કારણે દુર્ઘટના : બંને પાયલોટ ઘાયલ
ગુનાની એરસ્ટ્રીપ પર બે સીટર એરક્રાફ્ટ 152 અચાનક ક્રેશ થઈ ગયું:એરક્રાફ્ટને બે ટ્રેઇની પાઇલટ્સે ટેસ્ટ ફ્લાઇટ માટે ઉડાડ્યું હતું.

મધ્યપ્રદેશના ગુનાની એરસ્ટ્રીપ પર બે સીટર એરક્રાફ્ટ 152 અચાનક ક્રેશ થયું છે .આ દુર્ઘટનામાં બે સીટર એરક્રાફ્ટના બંને પાયલોટ ઘાયલ થયા છે.
ગુનાની એરસ્ટ્રીપ પર બે સીટર એરક્રાફ્ટ 152 અચાનક ક્રેશ થયું હતું. આ એરક્રાફ્ટને બે ટ્રેઇની પાઇલટ્સે ટેસ્ટ ફ્લાઇટ માટે ઉડાડ્યું હતું. લગભગ 40 મિનિટ ઉડાન ભર્યા બાદ પ્લેન એરક્રાફ્ટ કોમ્પ્લેક્સમાં જ ક્રેશ થયું હતું.
આ ઘટના અંગે માહિતી મળી રહી છે કે એન્જિન ફેલ થવાના કારણે આ અકસ્માત થયો છે. આ પ્લેનમાં કેપ્ટન વી.ચંદ્ર ઠાકુર અને પાયલટ નાગેશ કુમાર ઘાયલ થયા છે.
દુર્ઘટનાગ્રસ્ત વિમાન કર્ણાટકની બેલાગવી એવિએશન ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટનું હતું. બંને પાઈલટ હૈદરાબાદના રહેવાસી છે. એરક્રાફ્ટની માલિકી ધરાવતી એ જ સંસ્થાએ બંને પાઇલટને નોકરીએ રાખ્યા હતા. વિમાનને પરીક્ષણ અને જાળવણી માટે ગુનાની શા-શિબ એકેડમીમાં લાવવામાં આવ્યું હતું.
(5:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
