News of Sunday, 11th August 2024
ગોલ્ડ મેડલ જીતનાર અરશદ નદીમને 50 હજાર ડૉલર મળ્યા: નીરજ ચોપરાને નથી મળી પ્રાઈઝ મની : જાણો શું છે કારણ ?
નદીમને ઈનામી રકમ 50 હજાર ડોલર મળ્યા. ભારતીય આ રકમ અંદાજે 42 લાખ રૂપિયા છે. જ્યારે પાકિસ્તાની રૂપિયામાં આ કિંમત 1 કરોડ 40 લાખ છે

પાકિસ્તાની ખેલાડી અરશદ નદીમે પેરિસ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ રીતે અરશદ નદીમ ઓલિમ્પિકમાં પાકિસ્તાન માટે વ્યક્તિગત ગોલ્ડ જીતનાર પ્રથમ એથ્લેટ બન્યો છે. આ સાથે જ ભારતીય એથલીટ નીરજ ચોપરા સિલ્વર મેડલ જીતવામાં સફળ રહ્યો હતો. પરંતુ શું તમે જાણો છો કે ગોલ્ડ મેડલ જીતનાર અરશદ નદીમને કેટલી ઈનામી રકમ મળી?
ખરેખર, અરશદ નદીમને ઈનામી રકમ તરીકે 50 હજાર ડોલર મળ્યા હતા. ભારતીય રૂપિયામાં આ રકમ અંદાજે 42 લાખ રૂપિયા છે. જ્યારે પાકિસ્તાની રૂપિયામાં આ કિંમત 1 કરોડ 40 લાખ છે. પરંતુ સિલ્વર મેડલ જીતનાર નીરજ ચોપરાને કેટલા પૈસા મળશે?
તમને જાણીને નવાઈ લાગશે કે નીરજ ચોપરાને ઓલિમ્પિક કે વર્લ્ડ એથ્લેટિક્સમાંથી સિલ્વર મેડલ જીતવા બદલ કોઈ ઈનામની રકમ મળી નથી. વાસ્તવમાં પેરિસ ઓલિમ્પિકમાં વર્લ્ડ એથ્લેટિક્સે માત્ર ગોલ્ડ મેડલ જીતનારાઓ માટે જ ઈનામી રકમ જાહેર કરી છે. જો કે, લોસ એન્જલસ ઓલિમ્પિકના એથ્લેટિક્સમાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ વિજેતાઓને પણ ઈનામી રકમ આપવામાં આવશે. એથ્લેટિક્સ સિવાય આ વખતે અન્ય કોઈ ઈવેન્ટમાં વિજેતાઓને ઈનામની રકમ મળી નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે પાકિસ્તાને લગભગ 32 વર્ષ બાદ ઓલિમ્પિકમાં મેડલ જીત્યો છે. આ પહેલા પાકિસ્તાને છેલ્લી વખત 1992માં બાર્સેલોના ઓલિમ્પિકમાં મેડલ જીત્યો હતો. ઓલિમ્પિક ઈતિહાસમાં અત્યાર સુધી પાકિસ્તાને 4 ગોલ્ડ મેડલ જીત્યા છે. અગાઉ પાકિસ્તાનના ત્રણેય ગોલ્ડ મેડલ હોકીમાં આવ્યા હતા, પરંતુ આ વખતે અશરફ નદીમે ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
ઉપરાંત, આ પ્રથમ વખત છે કે જ્યારે કોઈ પાકિસ્તાની એથ્લેટ વ્યક્તિગત ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતવામાં સફળ થયો હોય. તમને જણાવી દઈએ કે પેરિસ ઓલિમ્પિકમાં અશરફ નદીમે નોર્વેના એન્ડ્રેસ ટીનો રેકોર્ડ તોડ્યો હતો. બેઇજિંગ ઓલિમ્પિક 2008માં નોર્વેના એન્ડ્રિયાસ ટીએ 90.57 મીટરનો થ્રો કર્યો હતો, પરંતુ હવે અશરફ નદીમે આ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.
(5:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
