<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th August 2024

Google Chromeના યુઝર્સ પર સાયબર ફ્રોડનો ખતરો સરકારી એજન્સીની ચેતવણી: બચવા માટે કરો આ કામ

સાયબર સ્કેમર્સે વપરાશકર્તાઓની સિસ્ટમમાં પ્રવેશ કરી શકે અને સંવેદનશીલ ડેટાની ચોરી પણ કરી શકે કોમ્પ્યુટર સિસ્ટમ બંધ થયા પછી જ તેમાં પ્રવેશ કરી શકે

નવી દિલ્હી : ઈન્ડિયન કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In) એક એજન્સી છે જે સાયબર સુરક્ષા મુદ્દે જાગૃતિ ફેલાવે છે. જેણે એક મહત્વપૂર્ણ ચેતવણી જારી કરી છે. ગૂગલ ક્રોમના ડેસ્કટોપ યુઝર્સ માટે આ ચેતવણી જારી કરવામાં આવી છે.

    લેટેસ્ટ નોટમાં એવું કહેવામાં આવ્યું છે કે ગૂગલના વેબ બ્રાઉઝરમાં ઘણી નબળાઈઓ જોવા મળી છે. જેનો ઉપયોગ હેકર્સ અને સ્કેમર્સ કરી શકે છે.સાયબર સ્કેમર્સે વપરાશકર્તાઓની સિસ્ટમમાં પ્રવેશ કરી શકે છે અને સંવેદનશીલ ડેટાની ચોરી પણ કરી શકે છે. આટલું જ નહીં તે ડિવાઈસમાં રિમોટ એક્સેસ પણ લઈ શકે છે. તે કોમ્પ્યુટર સિસ્ટમ બંધ થયા પછી જ તેમાં પ્રવેશ કરી શકે છે.

   CERT-In દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ આ યુઝર્સ માટે મોટો ખતરો સાબિત થઈ શકે છે. જેની મદદથી સાયબર ગુનેગારો સરળતાથી યુઝર્સના ડિવાઈસનો રિમોટ એક્સેસ લઈ શકે છે.જે ડિવાઈસ કોડ અથવા સોફ્ટવેર વગેરે ઇન્સ્ટોલ કરી શકાય છે. રિપોર્ટ મુજબ ગૂગલ ક્રોમ તેના કોડબેઝમાં બે પ્રકારની સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. જેમાં એક છે કે, Uninitialised Use અને Insufficient data validation in dawn છે.

  CERT-In દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ પોતાને સુરક્ષિત રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જે માટે તમારે તમારા ડિવાઈસમાં Google Chromeના લેટેસ્ટ વર્ઝન સાથે અપડેટ કરવું પડશે. Windows અને MacOS માટે સ્ટેબલ ચેનલ વર્જન 127.0.6533.88/89 છે. જ્યારે સંસ્કરણ 127.0.6533.88 Linux પણ ઉપલબ્ધ છે.ગૂગલ ક્રોમને અપડેટ કરવા માટે એ જરૂરી છે કે યુઝર્સે બ્રાઉઝરના મેનૂની અંદર જવું પડશે, ત્યારબાદ હેલ્પ પસંદ કરો. આ પછી તમારે અબાઉટ ગૂગલ ક્રોમ પર જવું પડશે. ત્યારબાદ આપમેળે અપડેટ્સ માટે તપાસ કરવી અને જો અપડેટ ઉપલબ્ધ છે. તો તે તેની સાથે ઓટોમેટિક કામ કરવાનું શરૂ કરશે.

(6:20 PM IST)