તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Sunday, 11th August 2024
હૈદરાબાદ વાયરલ વીડિયો : રોડ પર જઈ રહેલા યુવકને કારે ટક્કર મારી : દર્દનાક મોત : જુઓ વિડીયો
મીડિયા રિપોર્ટ્સ અનુસાર અકસ્માત સમયે ડ્રાઈવર દારૂના નશામાં હતો : પોલીસે કાર ચાલકની ધરપકડ કરી

https://twitter.com/sudhakarudumula/status/1822532908227445050
હૈદરાબાદ : ભારતમાં દરરોજ હજારો માર્ગ અકસ્માતો થાય છે જેમાં ઘણા લોકોના દુઃખદ મૃત્યુ થાય છે. મોટા ભાગના અકસ્માતો ઝડપભેર દોડતા વાહનોના કારણે થાય છે પરંતુ આ અકસ્માતો પર કાબુ મેળવવામાં આવતો નથી.
હૈદરાબાદથી માર્ગ અકસ્માતનો એક ભયાનક વાયરલ વીડિયો સામે આવ્યો છે, જેણે લોકોના રુવાડા ઉભા કરી દીધા છે.
તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો વીડિયો હૈદરાબાદના જીડીમેટલા વિસ્તારનો છે, જ્યાં એક કાર જ્યારે એક યુવકને રોડ કિનારેથી પસાર કરી રહી હતી ત્યારે તેને ટક્કર મારી હતી. આ ઘટના જીડીમેટલા પોલીસ સ્ટેશનના કાર્યક્ષેત્ર હેઠળના ગજુલા રામરામ ખાતે બની હતી અને સીસીટીવીમાં કેદ થઈ હતી.
ટક્કર એટલી જોરદાર હતી કે યુવક હવામાં ઉછળીને દૂર પડી ગયો અને તેનું ઘટનાસ્થળે જ મોત થયું. માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિની ઓળખ 38 વર્ષીય સુરક્ષા ગાર્ડ ગોપી તરીકે થઈ છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે ગોપી રોડ કિનારે જઈ રહ્યો છે અને સામેથી એક સ્પીડમાં કાર આવે છે જે અચાનક જ જોરથી ટક્કર મારે છે અને પછી થાંભલા સાથે અથડાઈ છે. તે જ સમયે કારમાં સવાર તમામ યુવકો કારમાંથી નીચે ઉતરીને તરત જ ભાગી છૂટ્યા હતા.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર અકસ્માત સમયે ડ્રાઈવર દારૂના નશામાં હતો. આ વાયરલ વીડિયોને જોઈને લોકોના રુવાડા ઉભા થઇ ગયા છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. પોલીસે કાર ચાલકની ધરપકડ કરી લીધી છે જ્યારે 5 લોકો ફરાર છે. સ્થાનિક વહીવટીતંત્રનું કહેવું છે કે તેઓ ફરાર લોકોની વહેલી તકે ધરપકડ કરશે.
(11:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
