News of Monday, 12th August 2024
દારૂના નશામાં ભાન ભૂલેલા પતિએ વેલણને મહિલાના પ્રાઈવેટ પાર્ટમાં નાખી દીધું: દર્દનાક મોત
ફિરોઝાબાદમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યોઃ પતિએ હૈવાનિયતની તમામ હદ પાર કરી દીધી :પોલીસે મહિલાની હત્યાના આરોપી પતિની ધરપકડ કરી લીધી છે

લખનૌ,તા. ૧૨: ઉત્તરપ્રદેશના ફિરોઝાબાદમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક પતિની હૈવાનિયતનો દર્દનાક કિસ્સો જોવા મળ્યો છે. દારુના નશામાં ભાન ભૂલેલા પતિએ પોતાની પત્નીને નિર્દયતાપૂર્વક ધોકા વડે માર માર્યો હતો. જયારે આરોપીનું મન આટલેથી ભરાયું નહીં તો તેણે રોટલી વણવાના વેલણને મહિલાના પ્રાઈવેટ પાર્ટમાં નાખી દીધું હતું. જેનાથી તેનું દર્દનાક મોત થઈ ગયું છે.
પોસ્ટમોર્ટમ દરમ્યાન પરિણીત મહિલાના પેટમાંથી લાકડાનું વેલણ મળી આવ્યું છે. તેના પેટમાં વેલણ જોઈને પોસ્ટમોર્ટમ કરી રહેલી ટીમના હાથ ધરધર ધ્રુજવા લાગ્યા હતા. આ જોઈને ડોક્ટર્સની ટીમ પણ ચોંકી ગઈ હતી.
કહેવાય છે કે, આ સમગ્ર મામલો ફિરોઝાબાદના મટસેના પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા અકલપુરાનો છે. જયાં ૫ ઓગસ્ટના રોજ રાતે મૃતક મહિલા રેશમાનો પતિ દારુના નશામાં ઘરે આવ્યો અને તેની પત્ની સાથે મારપીટ કરવા લાગ્યો હતો.
મારપીટ કરતા કરતા તેણે મહિલાના બંને પગ બાંધી દીધા હતા. બાદમાં આરોપીએ પોતાના ભાઈને બોલાવ્યો અને હૈવાનિયતની તમામ હદ પાર કરી દીધી. આરોપીએ પોતાના ભાઈ સાથે મળીને મહિલાને ત્યાં સુધી મારી, જયાં સુધી તેનું મોત ન થયું.
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મહિલાના પેટમાંથી વેલણ પણ કાઢ્યું છે. મહિલાના પ્રાઈવેટ પાર્ટ અને શરીરના ભાગ પર ગંભીર ઈજાના નિશાન જોવા મળ્યા હતા. આરોપીએ પોતાની પત્નીને બાંધીને તેના આખા શરીર પર દાંતના બચકા ભર્યા અને તેને ધોકા વડે ફટકારી હતી.
પોલીસે મહિલાની હત્યાના આરોપી પતિની ધરપકડ કરી લીધી છે. મટસેના પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જે જાણકારી આપતા જણાવ્યું કે, જે રીતે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો છે. તેમાં મહિલાની દર્દનાક હત્યા કરી છે. તેમણે જણાવ્યું કે, જે રીતે નિર્મમ હત્યા કરી છે, તેને લઈને કેસ દાખલ કરી કલમો લગાવવામાં આવી છે. જેમાં પતિને કઠોર સજા થઈ શકે છે. પોલીસ પતિના ભાઈને પણ શોધી રહી છે. પોલીસે દાવો કર્યો છે તેનો ભાઈ પણ ટૂંક સમયમાં પકડાઈ જશે.
(9:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
