<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th August 2024

આજે ચોથા સોમવારે જબરી ભીડ ઉમટી હતી : લોકો એકબીજા ઉપર પડયા

બિહાર : સિધ્‍ધેશ્‍વર મંદિરમાં ભાગદોડ : ૭ના મોત

જહાનાબાદ, તા.૧૨: બિહારના જહાનાબાદમાં સાવનના ચોથા સોમવારે એક મોટો અકસ્‍માત થયો. મખદુમપુરના બાબા સિદ્ધેશ્વર નાથ મંદિરમાં નાસભાગમાં સાત લોકોના મોત થયા છે. વહીવટી તંત્રએ સાત લોકોના મોતની પુષ્ટિ કરી છે. ઘણા લોકો ઘાયલ પણ થયા છે. આ ઘટના આજે સવારે ત્‍યારે બની જ્‍યારે બાબા સિદ્ધેશ્વરનાથ મંદિરમાં સાવનનાં ચોથા સોમવાર નિમિત્તે ભક્‍તોની ભારે ભીડ ઉમટી હતી. ભીડ એટલી મોટી હતી કે ધક્કાપ્રમુક્કી શરૂ થઈ ગઈ. થોડી જ વારમાં નાસભાગ મચી ગઈ અને લોકો એકબીજા પર પડવા લાગ્‍યા. આ અકસ્‍માતમાં સાત લોકોના મોત થયા છે જ્‍યારે અનેક લોકો ઘાયલ થયા છે. ઘાયલોને જહાનાબાદ સદર હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા છે. પ્રશાસને મળત્‍યુઆંક વધવાની આશંકા વ્‍યક્‍ત કરી છે.

આ ઘટના રવિવારપ્રસોમવારની મોડી રાત્રે બની હતી. ઘટનાની માહિતી મળતા જ પોલીસપ્રપ્રશાસનની ટીમ ઘટનાસ્‍થળે પહોંચી ગઈ હતી અને તાત્‍કાલિક રાહત કાર્ય શરૂ કર્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે સાવન મહિનામાં ખાસ કરીને સોમવારે મોટી સંખ્‍યામાં ભક્‍તો મંદિરમાં જળ ચઢાવવા આવે છે. આ ઘટના પહેલા રવિવારે રાતથી જ ભક્‍તોની ભારે ભીડ જામી હતી.

એસડીઓ વિકાસ કુમારે કહ્યું કે તેઓ ટૂંક સમયમાં આ ઘટના અંગે સત્તાવાર નિવેદન આપશે. જ્‍યારે સુરક્ષામાં ખામી હોવાની શકયતા વિશે પૂછવામાં આવ્‍યું ત્‍યારે તેમણે કહ્યું કે રવિવારની રાત્રે ભીડ વધુ હોય છે. ત્રણ સોમવાર પછી આ ચોથો સોમવાર હતો. અમે સજાગ હતા. સિવિલ, મેજિસ્‍ટ્રેટ અને મેડિકલ ટીમો તૈનાત કરવામાં આવી હતી. અકસ્‍માત કેવી રીતે થયો, તપાસ બાદ જ સત્તાવાર નિવેદન આપવામાં આવશે. હાલ ઘાયલોની હોસ્‍પિટલમાં સારવાર ચાલી રહી છે.

(9:42 AM IST)