<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th August 2024

‘‘પ્રેમ ના ફુલો''૧૪૩

     આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૭ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

  સ્‍થળઃ

ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

શકિત સ્‍વયંની અંદર છે

પ્રિય કૃષ્‍ણ ચૈતન્‍ય, 

પ્રેમ તમારો પત્ર મેળવી આનંદિત છું.

શકિત છે તમારા સ્‍વયંની અંદર

પરં તુ, તેની તમને ખબર નથી.

એટલા માટે, તમારી જ શકિતને તમને જ મેળવવા માટે પણ

નિમિત્તની જરૂરત પડે છે.

જે દિવસ આ જાણશો તે દિવસે હસશો.

પરંતુ ત્‍યાં સુધી હું નિમિત્તનું કામ કરવાને રાજી છું

હું તો હસી જ રહ્યો છું અને તે દિવસની પ્રતીક્ષા કરી રહ્યો છું

જયારે તમે પણ આ વ્‍યકત-અટહાસ્‍ય (Cosmic Laughter) માં સમ્‍મિલિત થઇ શકશોે.

જુઓઃ કૃષ્‍ણ હસી રહ્યા છે., બુધ્‍ધ હસી રહ્યા છે.

સાંભળોઃ પૃથ્‍વી હસી રહી છે, આકાશ હસી રહ્યું છે.

પરં તુ મનુષ્‍ય રડી રહ્યો છે.

કારણ કે તેને ખબર જ નથી કે તે શું છે!

ઓહ! કેવી મજા છે? કેવો ખેલ છે?

સમ્રાટ ભીખ માંગી રહ્યો છે અને માછલી સાગરમાં પ્‍યાસી છે!

સંકલન-

સ્‍વામી સત્‍યપ્રકાશજી

મો.૯૪ર૭ર પ૪ર૭૬

(10:40 AM IST)