<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th August 2024

કલકત્તામાં લેડી ડોક્‍ટર પર બળાત્‍કાર બાદ હત્‍યા : આજે દેશભરના રેસિડન્‍ટ ડોક્‍ટરોની હડતાળ

ફેડરેશન ઓફ ઓલ ઇન્‍ડિયા રેસિડન્‍ટ ડોક્‍ટર્સ અસોસિએશને આજે આખા દેશમાં હડતાળનું એલાન કર્યું છે

કોલકત્તા તા. ૧૨ : કલકત્તાની એક મેડિકલ કોલેજમાં જૂનિયર લેડી ડોક્‍ટર પર બળાત્‍કાર બાદ તેની કરપીણ હત્‍યાના કેસમાં આજે દેશભરના રેસિડન્‍ટ ડોક્‍ટરો હડતાળ પર ઉતરી જવાના છે. ફેડરેશન ઓફ ઓલ ઇન્‍ડિયા રેસિડન્‍ટ ડોક્‍ટર્સ અસોસિએશને આજે આખા દેશમાં હડતાળનું એલાન કર્યું છે. તમામ સરકારી હોસ્‍પિટલોના રેસિડન્‍ટ ડોક્‍ટરોને તેમાં જોડાવવા માટે આહવાન કરવામાં આવ્‍યું છે.આ લેડી ડોક્‍ટરની હત્‍યાના કેસમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે પણ ડોક્‍ટરોએ માગણી કરી છે કે આ

હત્‍યા અને બળાત્‍કારના કેસમાં એક કરતાં વધારે આરોપી હોઈ શકે છે. શુક્રવારે લેડી ડોક્‍ટરનો મૃતદેહ મેડિકલ કોલેજના સેમિનાર હોલમાંથી મળી આવ્‍યો હતો. પોસ્‍ટમોર્ટમમાં જાણવા મળ્‍યું છે કે હત્‍યા કરતાં પહેલાં તેનું જાતીય શોષણ કરવામાં આવ્‍યું હતું. આ કેસમાં મુખ્‍ય પ્રધાન મમતા બેનરજીએ પણ આરોપીને ફાંસીની સજા કરવાની માગણી કરી છે અને જણાવ્‍યું છે કે પીડિતાનો પરિવાર આ કેસની તપાસ સેન્‍ટ્રલ એજન્‍સીને સોંપવા માગતો હોય તો એનો વિરોધ કરવામાં નહીં આવે.

(10:52 AM IST)