News of Monday, 12th August 2024
શું બાંગ્લાદેશની વચગાળાની સરકાર ભારત વિરુદ્ધ નિર્ણય લેશે ?:ભારત-ચીન અંગે આપ્યું આ નિવેદન?
બાંગ્લાદેશની વચગાળાની સરકારે સ્પષ્ટ કર્યું છે કે તેઓ સંતુલિત વિદેશ નીતિ જાળવી રાખવા માંગે છે

બાંગ્લાદેશની વચગાળાની સરકારે રવિવારે કહ્યું કે તે સંતુલિત વિદેશ નીતિ જાળવી રાખશે. તેણે એમ પણ કહ્યું કે બાંગ્લાદેશ ભારત અને ચીન સહિત દરેક સાથે સુગમ અને સકારાત્મક સંબંધો જાળવવા માંગે છે.
વચગાળાની સરકારના વિદેશ બાબતોના સલાહકાર મોહમ્મદ તૌહીદ હુસૈને વિદેશ મંત્રાલયમાં તેમની પ્રથમ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે, 'અમારી નીતિ અમારા રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરતી વખતે તમામ દેશો સાથે સારા સંબંધો જાળવી રાખવાની છે.' તૌહીદ હુસૈને કહ્યું કે આ વચગાળાની સરકાર માત્ર કોઈ ચોક્કસ દિશા પર ધ્યાન કેન્દ્રિત કરે છે તેવું માનવું અર્થહીન છે.
હુસૈન અગાઉ ભારતમાં ડેપ્યુટી હાઈ કમિશનર તરીકે ફરજ બજાવતા હતા. હુસૈને કહ્યું, 'અમે ભારત અને ચીન સહિત દરેક સાથે સુગમ અને સકારાત્મક સંબંધો જાળવી રાખવા માંગીએ છીએ.' જ્યારે ભારત પ્રત્યે વચગાળાની સરકારના અભિગમ વિશે પૂછવામાં આવ્યું ત્યારે હુસૈને કહ્યું કે બંને દેશો વચ્ચે મજબૂત અને ઊંડા સંબંધ છે.
મોહમ્મદ તૌહીદ હુસૈને કહ્યું, 'પરંતુ એ મહત્વનું છે કે લોકો સમજે કે ભારત બાંગ્લાદેશનો સારો મિત્ર છે. અમે (ઢાકા-દિલ્હી) સંબંધોને તે દિશામાં આગળ લઈ જવા માંગીએ છીએ. તેમણે કહ્યું કે વચગાળાની સરકાર ઈચ્છશે કે ભારત આ સંદર્ભમાં અમારી સાથે સહયોગ કરે.
સૈયદ રેફાત અહેમદે રવિવારે બાંગ્લાદેશના નવા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા. મળતી માહિતી મુજબ રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીને મુખ્ય ન્યાયાધીશને શપથ લેવડાવ્યા હતા. બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા બનેલા મોહમ્મદ યુનુસે પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા શનિવારે ઓબેદુલ હસને ચીફ જસ્ટિસના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેમની સાથે સુપ્રીમ કોર્ટના એપેલેટ ડિવિઝનના પાંચ જજોએ પણ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.
(11:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
