<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th August 2024

વાહ પાકિસ્તાન! 32 વર્ષ બાદ ઓલિમ્પિકમાં ઓળખ મેળવનાર અરશદ નદીમને ભેટમાં શું મળ્યું , એક ભેંસ !

1992 બાર્સેલોના ઓલિમ્પિકથી પાકિસ્તાન ઓલિમ્પિકમાં મેડલ માટે તલપાપડ હતું. અરશદ નદીમે પેરિસ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતીને પોતાના દેશનું ગૌરવ વધાર્યું

પાકિસ્તાનનો સ્ટાર જેવલિન થ્રોઅર અરશદ નદીમ આ દિવસોમાં સોશિયલ મીડિયા પર છવાયેલો છે. પેરિસ ઓલિમ્પિક 2024માં તેણે ભાલા ફેંકની ફાઇનલમાં 92.97 મીટર ભાલો ફેંકીને સનસનાટી મચાવી હતી. અરશદે ઓલિમ્પિક રેકોર્ડ બનાવીને ગોલ્ડ મેડલ જીત્યો અને ભારતના સ્ટાર ખેલાડી નીરજ ચોપરાએ સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો. અરશદ નદીમે 32 વર્ષની લાંબી રાહ બાદ પાકિસ્તાનને ઓલિમ્પિકમાં ઓળખ અપાવી છે.1992ની બાર્સેલોના ઓલિમ્પિક ગેમ્સથી પાકિસ્તાન ઓલિમ્પિકમાં મેડલ માટે તલપાપડ હતું. અરશદે પેરિસમાં ગોલ્ડ મેડલ જીતીને પોતાના દેશનું ગૌરવ વધાર્યું, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે ઓલિમ્પિકમાં ઈતિહાસ સર્જનાર અરશદ નદીમને ભેટમાં મળ્યું તો શું મળ્યું ,, એક ભેંસ !

   પેરિસ ઓલિમ્પિકમાં રેકોર્ડબ્રેક પ્રદર્શન બાદ અરશદ નદીમને પાકિસ્તાનમાં ઘણું સન્માન મળી રહ્યું છે. સ્ટાર એથ્લેટ પર પણ પૈસાનો વરસાદ કરવામાં આવી રહ્યો છે, પરંતુ તેના સસરા અરશદને આ ખાસ સિદ્ધિ માટે ભેટમાં એક ભેંસ આપી રહ્યા છે.

  રિપોર્ટ અનુસાર, અરશદ નદીમે રવિવારે સ્થાનિક મીડિયા સાથે વાત કરતા કહ્યું કે તે પેરિસ ઓલિમ્પિક 2024માં ગોલ્ડ મેડલ જીતવા બદલ પોતાના જમાઈને એક ભેંસ ભેટમાં આપવા માંગે છે. આ પાછળનું કારણ જણાવતાં તેમણે કહ્યું કે આવી ભેટો ગ્રામીણ વિસ્તારોમાં પરંપરાનો એક ભાગ છે.

   અરશદ નદીમના સસરા મુહમ્મદ નવાઝે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે તેમના ગામમાં ભેંસ ભેટમાં આપવી એ 'ખૂબ જ મૂલ્યવાન' અને 'આદરણીય' માનવામાં આવે છે.

  પેરિસ ઓલિમ્પિક 2024માં પુરુષોની જેવલિન ઈવેન્ટની વાત કરીએ તો, પાકિસ્તાનના અરશદ નદીમે રેકોર્ડબ્રેક 92.97 મીટર ફેંકીને ઈતિહાસ રચ્યો અને ગોલ્ડ મેડલ જીત્યો. નીરજ ચોપરાએ 89.45 મીટરનો પોતાનો સર્વશ્રેષ્ઠ થ્રો ફેંક્યો અને સિલ્વર મેડલ જીતવામાં સફળ રહ્યો. ગ્રેનાડાના એન્ડરસન પીટર્સે 88.54 મીટરના થ્રો સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

(11:34 AM IST)