<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th August 2024

ચાર શ્રધ્‍ધાળુઓએ હરીદ્વારથી અમરનાથનું ૮પ૦ કીલોમીટરનું અંતર કાપ્‍યું પગપાળા

સેંકડો કીલોમીટર ચાલીને અમરનાથ પહોંચેલા શ્રધ્‍ધાળુઓ ગદગદ

જમ્‍મુ : અમરનાથ યાત્રામાં સામેલ થનારાઓમાં આ વખતે ૪ શ્રધ્‍ધાળુ એવા પણ છે જે અમરનાથ યાત્રામાં ભાગ લેવા સેંકડો કીલોમીટર પગે ચાલીને તેમાં જોડાય છે. ભારતના વિભિન્ન રાજયોમાંથી ચાર યાત્રીઓ ગુરૂવારે અમરનાથની તીર્થયાત્રાના ૩૩ માં દિવસે ગુરૂવારે કાજીગુંડ પહોંચ્‍યા હતા. જો કે હવે તેઓ અમરનાથ ગુફામાં દર્શન પણ કરી ચુકયા છે.

તેમણે ૮પ૦ કીલોમીટરથી વધારેની પગપાળા યાત્રા કર્યા પછી પવિત્ર ગુફા તરફની પોતાની યાત્રા દરમ્‍યાન પત્રકારો સાથે વાત કરતી વખતે પોતાના મિશન અંગે  જણાવ્‍યું હતું. તેમનામાંથી એક મોહનસિંહ ભંડારીએ પત્રકારોની સાથે વાતચીતમાં કહયું કે તે દેવભુમી ઉતરાખંડથી હરીદ્વારથી અમરનાથ સુધીની ૮પ૦ કિલોમીટરની યાત્રા કરી રહયા છે. ભંડારીએ ભારપુર્વક કહયું કે પગપાળા યાત્રાનો મુખ્‍ય ઉદેશ રસ્‍તામાં વિભીન્ન લોકોને મળવાનો છે.

ભંડારીએ કાશ્‍મીરી લોકોના વખાણ કરતા કહયું કે આ લોકો બહુ સારા લોકો છે અને મદદ કરનારા છે. ગુરૂવારે તેમની યાત્રાનો ચોવીસમો દિવસ હતો અને તેઓ રોજના સરેરાશ લગભગ ૩૦ થી ૩૫ કિલોમીટર ચાલે છે. તેમણે કહયું કે હવે જયારે અમે કાશ્‍મીર પહોંચી ચુકયા છીએ તો પહેલગામ પહોંચવામાં બસ એક કે બે દિવસ લાગશે. જો કે આ સમાચાર મળ્‍યા ત્‍યાં સુધીમાં તેઓ દર્શન કરીને પરત પણ આવી રહયા હતા.

(12:15 PM IST)