News of Monday, 12th August 2024
૪૮% યુવા વર્ગ રોજગાર નીતિમાં ઇચ્છે છે પરિવર્તન : ૪૩ ટકા ભ્રષ્ટાચારથી નારાજ
યુવા ડિજિટલ ક્રાંતિને સૌથી મોટુ સામાજિક પરિવર્તન ગણે છે

નવી દિલ્હી તા. ૧૨ : આજે પણ, સુરક્ષા અને સ્થિરતાના કારણે દેશના ૪૯% યુવાનો માટે સરકારી નોકરી સૌથી વધુ પસંદગીની કારકિર્દી છે, જયારે માત્ર ૪૮% લોકો માને છે કે રોજગાર વધારવા માટે સરકારી નીતિઓમાં યોગ્ય ફેરફારો કરવા જોઈએ. દેશના યુવાનો ડિજિટલ ક્રાંતિને સૌથી મોટું સામાજિક પરિવર્તન માને છે. મોટાભાગના યુવાનો વિચારે છે કે AI અને ઓટોમેશનના મિશ્ર પરિણામો આવશે. ઇન્ટરનેશનલ યુથ ડે પર યુવા વાચકોના મેગેઝિનના સર્વેમાં આ તારણો સામે આવ્યા છે. સર્વેમાં સામેલ ૬૮% યુવાનો માને છે કે તેમના મૂલ્યો અને આદર્શો અગાઉની પેઢીઓ કરતા અલગ છે. ઓનલાઈન સર્વેમાં ૪૩% યુવાનોએ કહ્યું કે કડક કાયદા ભ્રષ્ટાચારને ખતમ કરી શકે છે અને એક આદર્શ ભારત બનાવી શકે છે.
સરકારી નીતિ ઘડતરની પ્રક્રિયામાં યુવાનોને કેવી રીતે સામેલ કરવા? યુવા સમિતિઓની રચના - ૩૮% ઓનલાઈન સર્વે - ૨૯% શૈક્ષણિક સંસ્થાઓમાં ચર્ચાઓ - ૩૩% યુવાનો માટે સરકારની પહેલનો અમલ કેટલો અસરકારક છે - ૧૫% કંઈક અંશે અસરકારક - ૪૪% (ઓછી અસરકારક - ૨૯%) કોઈ અસર નથી.
(12:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
