News of Monday, 12th August 2024
કોલકાતામાં મહિલા તબીબ પર રેપ બાદ હત્યા : વડોદરાના SSGના ડૉક્ટર્સે યોજી કેન્ડલ માર્ચ
SSG હોસ્પિટલના ડૉક્ટર્સે કેન્ડલ માર્ચ યોજી ડૉક્ટર્સની સુરક્ષા વધારવાની માગ કરી

પશ્ચિમ બંગાળના કોલકાતામાં રેસિડેન્ટ મહિલા તબીબ પર દુષ્કર્મ કર્યા બાદ તેની હત્યા કરી નાખવામાં આવી છે. તેના જ સિનિયર અધિકારીએ તેના પર દુષ્કર્મ આચર્યુ જે બાદ તેની હત્યા કરી નાખી છે. ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં સિનિયર તબીબે આ દુષ્કર્મ અને હત્યાને અંજામ આપ્યો છે. જે બાદ તેણે ગુનો કબુલી લીધો છે. દેશભરમાં આ ઘટનાના પડઘા પડ્યા છે અને દેશભરના રેસિડેન્ટસ તબીબો NO SAFETY NO DUTYની માગ સાથે હડતાળ પર ઉતર્યા છે. વડોદરાના SSG હોસ્પિટલના ડૉક્ટર્સે કેન્ડલ માર્ચ યોજી ડૉક્ટર્સની સુરક્ષા વધારવાની માગ કરી છે.
(1:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
