News of Monday, 12th August 2024
સર્વેમાં ભારતીય મૂળની કમલા હેરિસ ટ્રમ્પથી આગળ
સૌથી વિશ્વસનીય સર્વેમાં ટ્રમ્પ પાછળ : ૨૧ દિવસોમાં બાજી પલટાય

વોશિંગ્ટન તા. ૧૨ : અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીને આડે ત્રણ મહિના બાકી છે. જયારે સર્વેમાં ત્રણ મહત્વના પ્રાંતોમાં ડેમોક્રેટિક ઉમેદવાર કમલા હેરિસ આગળ આવ્યા છે. આ પ્રાંતોના નામ વિસ્કોન્સિન, પેન્સિલવેનિયા અને મિશિગન છે. ધ ન્યૂ યોર્ક ટાઈમ્સ અને સિએના કોલેજ દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેમાં સામે આવ્યું છે કે કમલા હેરિસ ચાર પોઈન્ટથી આગળ છે. તેઓ લગભગ ૪૬ ટકા મતોના માર્જિનથી આગળ છે. અમેરિકામાં ઈલેક્ટોરલ કોલેજ વોટિંગ સિસ્ટમમાં આ ત્રણ રાજયો મહત્ત્વના છે કારણ કે તેમની વસ્તી વધારે છે. વધુ વસ્તી ધરાવતા પ્રાંતોના પ્રતિનિધિઓની બોટનું મૂલ્ય પણ વધારે છે.
અન્ય એક સર્વેમાં ડોનાલ્ડ ટ્રમ્પ છેલ્લા એક વર્ષથી જો બિડેન કરતા આગળ હોવાનું કહેવાય છે. જોકે, કમલા હેરિસની ઉમેદવારી બાદ ટેબલો પલટાઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. જો બિડેને રાષ્ટ્રપતિની ચૂંટણીની રેસમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે અને કમલા હેરિસને આગળ કર્યા છે. કમલા હેરિસ હાલમાં ઉપરાષ્ટ્રપતિ છે. નિષ્ણાતો કહે છે કે ચૂંટણીને હજુ ત્રણ મહિના બાકી છે અને આ સમયગાળા દરમિયાન ફેરફારો થઈ શકે છે.
સર્વે અનુસાર અર્થતંત્ર અને માઈગ્રેશનના મુદ્દાઓ પર લોકો ડોનાલ્ડ ટ્રમ્પને પસંદ કરે છે. ગર્ભપાતના મુદ્દે લોકોએ કમલા હેરિસ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ સંદર્ભમાં હેરિસના પોઈન્ટ્સમાં ૨૪ પોઈન્ટનો વધારો થયો છે. જો બિડેનની વાપસી બાદ રિપબ્લિકન સમર્થકો ખુશ છે. હેરિસે મિનેસોટાના ગવર્નર ટિમ વોલ્ઝને તેના રનિંગ મેટ તરીકે જાહેર કર્યા છે. હેરિસ અને બાલ્ઝની જોડી માટે સમર્થન સતત વધી રહ્યું હોવાનું જણાય છે. તમને જણાવી દઈએ કે ૧૩ જુલાઈના રોજ ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા જીવલેણ હુમલા બાદ તેમનું સમર્થન પણ ઝડપથી વધી ગયું હતું
(2:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
