News of Monday, 12th August 2024
વિદેશ અભ્યાસના ઇચ્છુક ભારતીય વિદ્યાર્થીઓનો થઇ રહ્યો છે મોહભંગ
હવે ગમી રહ્યો છે ભારતમાં અભ્યાસ વિદેશી યુનિવર્સિટીઅ પણ હવે ભારતમાં જ આપી રહી છે ઓફર

ભોપાલ,તા.૧૨: રીજયોનલ પાસપોર્ટ કચેરી, ભોપાલો માર્ચમાં વીઝા અને પાસપોર્ટ સંબંધી આંકડાઅ જાહેર કર્યા હતો જેમાં વીઝા માટે અરજી કરનારાઓમાં ૬૦ ટકા વિદ્યાર્થીઓ હતા. જે વિદેશમાં અભ્યાસ કરવા ઇચ્છુક હતા. પણ જુલાઇ પછી આ આંકડામાં ફેરફાર થયો છે. બધા વિદ્યાર્થીઓએ વિદેશ અભ્યાસના વિચારને હોલ્ડ પર મૂકયો છે. કેનેડા, બાંગ્લાદેશ અને યુક્રેન સહિત કેટલાય અન્ય દેશોમાં યુધ્ધ અને અશાંતિના કરતા વિદેશ અભ્યાસ પ્રત્યે તેમનો મોહભંગ થયો છે.
ઇન્ડીયન સ્ટુડન્ટ મોબીલીટી રિપોર્ટ ૨૦૨૩ અનુસાર, હવે એબ્રોડ સ્ટડી રિપોર્ટ અનુસાર, રાજ્ય અને દેશમાં ગુણવતાપૂર્ણ શિક્ષણ ઉપલબ્ધ હોવાના કારણે પણ વિદ્યાર્થીઓ પોતાના શહેરમાં જ એડમીશન લેવાનું વધારે પસંદ કરી રહ્યા છે.
વિદેશ અભ્યાસ બાબતોના નિષ્ણાંત અંકુર પાલનું કહેવું છે કે વિદેશમાં વિરોધ પ્રદર્શન, હિંસા, રાજકીય અશાંતિ, કડક વીઝા નીતિઓ અને ઘણી જગ્યાઓએ આર્થિક મંદીના કારણે વાલીઓ પોતાના બાળકોને નથી મોકલી રહ્યા.
વિદેશ અભ્યાસ માટે મધ્યપ્રદેશના યુવાઓના પસંદગીના દેશો, જર્મની, કિર્ગીસ્તાન, આયર્લેન્ડ, સિંગાપુર, રશીયા, ફ્રાંસ, અમેરિકા, કેનેડા, યુકે, ઓસ્ટ્રેલીયા, ફિલીપાઇન્સ, ન્યુઝીલેન્ડ, યુક્રેન અને બાંગલાદેશ છે.
(3:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
