News of Monday, 12th August 2024
સમુદ્રમાં વધશે ભારતની તાકાત :પરમાણુ મિસાઇલોથી સજ્જ કરાશે આઇએનએસ અરિઘાટ

નવી દિલ્હી,તા.૧૨: હિંદ મહાસાગરમાં ચીનની વધતી નૌસૈનિક ગતિવિધીઓ વચ્ચે ભારત હવે પરમાણુ ઉર્જાથી ચાલતી પોતાની બીજી સબમરિન આઇએનએસ અરિઘાટને પરમાણુ મિસાઇલોથી સજ્જ કરવા સંપૂર્ણપણે તૈયાર છે.
જણાવાઇ રહ્યુ છે કે, એક બે મહિનામાં જ આઇએનએસ અરિઘાટને નૌસેનામાં સામેલ કરવામાં આવશે. પારંપરિક હથિયારોથી લેસ પરમાણુ ઉર્જાથી ચાલનારી બે હુમલાખોર સબમરિનોના નિર્માણની પરિયોજનાને અંતિમ મંજૂરી મળવાની છે. રિપોર્ટ અનુસાર છ હજાર ટન વજનની આ સબમરીનનું નિર્માણ વાઇજેગમાં કરાયું છે.
(3:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
