<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th August 2024

ટ્રમ્‍પના સમર્થનમાં અમેરિકન ગુજરાતીઓ કાર્યક્રમ યોજયોઃ ગુજરાતના પ્રધાનો જોડાયા

વોશીંગ્‍ટન તા. ૧રઃ અમેરિકામાં વસેલા ગુજરાતીઓના કાર્યક્રમમાં હાજરી આપવા ગુજરાતના બે પ્રધાન શ્રી કનુભાઇ દેસાઇ અને શ્રી જગદીશ વિશ્‍વકર્મા અમેરિકા પહોંચ્‍યા છે. આ કાર્યક્રમ અમેરિકન રાષ્‍ટ્રપતિ પદના રિપબ્‍લીકન ઉમેદવાર ડોનાલ્‍ડ ટ્રમ્‍પને સમર્થન આપવા માટે આયોજીત કરાયો હતો. કાર્યક્રમમાં ગુજરાતના આ બે પ્રધભાનો પણ સામેલ થયા હતા.

આના લીધે મલોકોમાં અને ખાસ કરીને રાજકીય ગળીયારામાં ચણભણાટ શરૂ થયો છે. બન્‍ને પ્રધાનોએ ત્‍યાંના કેટલાક ફોટાઓ પણ શેર કર્યા છે. આનાથી સવાલ એ પૂછાઇ રહ્યો છે કે ટ્રમ્‍પ વિરૂધ્‍ધ મેદાનમાં ઉતરેલ ભારતીય મૂળના કમલા હેરિસ વિરૂધ્‍ધ અમેરિકાના નાગરિક બનેલ ગુજરાતીઓ મતદાન કરશે અને એ પણ આ બે પ્રધાનોના કહેવાથી? શું સરકારનું પણ ટ્રમ્‍પને સમર્થન? એ વાત તો જાણીતી છે કે ટ્રમ્‍પ સાથે નરેન્‍દ્રભાઇને ખૂબ સારા સંબંધો છે.

(4:01 PM IST)