<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th August 2024

ઓસ્‍ટ્રેલિયામાં હોટેલની છત પર હેલિકોપ્‍ટર ક્રેશઃ રનાં મોત

હોટલ ખાલી કરાવી ૪૦૦ લોકોને સુરક્ષીત ખસેડાયા

મેલબોર્ન તા. ૧રઃ ઓસ્‍ટ્રેલિયાના કેઇર્ન્‍સ શહેરના હિશ્રલ્‍ટન વિસ્‍તારમાં આવેલી ડબલ ટ્રી નામની હોટેલની છત સાથે હેલિકોપ્‍ટર અથડાતા મોટી દુર્ઘટના સર્જાઇ હતી. હેલિકોપ્‍ટર ૧૦ હજાર ફૂટની ઊંચાઇથી અચાનક હોટલની છત પર પડયું હતુ઼ અને તેની સાથે જ હેલિકોપ્‍ટરમાં આગ લાગી હતી. દુર્ઘટના બાદ તરત જ હોટેલને ખાલી કરાવવામાં આવી હતી અને ૪૦૦ લોકોને સુરક્ષિત સ્‍થળે ખસેડવામાં આવ્‍યા હતા. આ દુર્ઘટનામાં પાયલટ  અને એક મુસાફરનું મૃત્‍યુ થયું છે. અધિકારીઓએ સોમવારે જણાવ્‍યું હતું કે હોટેલની છત પર હેલિકોપ્‍ટર અથડાયા બાદ હોટલના સેંકડો મહેમાનોને બહાર કાઢવામાં આવ્‍યા હતા. સોમવારે સવારે લગભગ ર વાગ્‍યે હોટેલમાં દુર્ઘટના માટે ઇમરજન્‍સી ક્રૂને બોલાવવામાં આવ્‍યા હતા. કેસની તપાસ ચાલી રહછે અહેવાલ છે કે હેલિકોપ્‍ટરના બે પ્રોપેલર અટકી ગયા હતા. ત્‍યારબાદ હેલિકોપ્‍ટરમ હોટલની છત સાથે અથડાયું હતું અને ક્રેશ થયું હતું.

(6:33 PM IST)