<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th August 2024

હવામાન વિભાગે મધ્ય, ઉત્તરપૂર્વ અને દક્ષિણ ભારત માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું

પૂર્વ રાજસ્થાન અને મધ્યપ્રદેશના પશ્ચિમ ભાગ માટે રેડ એલર્ટની ચેતવણી જારી

નવી દિલ્હી : ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી બે દિવસ માટે દેશના મધ્ય, પૂર્વોત્તર અને દક્ષિણ ભાગો માટે ઓરેન્જ એલર્ટની ચેતવણી જારી કરી છે. IMD અનુસાર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, પૂર્વ અને ઉત્તરપૂર્વ ભારતમાં આગામી 7 દિવસ સુધી અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદ ચાલુ રહેશે.
IMD વૈજ્ઞાનિક આર.કે. જેનમણીએ કહ્યું છે કે આજે પૂર્વ રાજસ્થાન અને મધ્યપ્રદેશના પશ્ચિમ ભાગ માટે રેડ એલર્ટની ચેતવણી જારી કરવામાં આવી હતી. તેમણે ઉમેર્યું હતું કે તમિલનાડુ, રાયલસીમા, કેરળ અને પૂર્વોત્તર ભારત માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું હતું.
શ્રી જેનમણીએ જણાવ્યું હતું કે પૂર્વ રાજસ્થાનમાં અત્યંત ભારે વરસાદ ચાલુ રહેશે અને દેશના મધ્ય અને ઉત્તરીય ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા છે.

(9:43 PM IST)