<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th August 2024

શ્રાવણના છેલ્લા સોમવારે મોટો માર્ગ અકસ્માત: મહાદેવને જળ ચઢાવવા જતા ભક્તોને કચડી નાખ્યા: 7 લોકોના મોત

સિલિગુડીના બાગડુગરા વિસ્તારમાં સાત શ્રદ્ધાળુઓને નેશનલ હાઈવે-31 પર સિંઘીખોડા પાસે બેકાબુ વાહને અડફેટે લીધા

સિલીગુડી: પશ્ચિમ બંગાળના સિલિગુડીના બાગડુગરા વિસ્તારમાં સોમવારે એક ભયાનક માર્ગ અકસ્માતમાં સાત શ્રદ્ધાળુઓના મોત થયા છે. શ્રાવણના છેલ્લા સોમવારે મહાદેવને જળ ચઢાવવા જઈ રહેલા સાત શ્રદ્ધાળુઓને નેશનલ હાઈવે-31 પર સિંઘીખોડા પાસે સિક્કિમ નંબરના એક અનિયંત્રિત વાહને ટક્કર મારતાં આ અકસ્માત થયો હતો.

    પોલીસના જણાવ્યા અનુસાર, પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે અન્ય બે લોકોના હોસ્પિટલમાં મોત થયા હતા. સ્થાનિક લોકોનું કહેવું છે કે મૃત્યુ પામનારાઓમાં સિક્કિમનો એક વ્યક્તિ પણ સામેલ છે. વાહનની સ્પીડ વધુ હોવાના કારણે આ અકસ્માત સર્જાયો હતો.

 પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સ્થાનિક લોકોની મદદથી ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. અકસ્માતમાં માર્યા ગયેલા લોકોની ઓળખ કરવામાં આવી રહી છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે

(11:31 PM IST)