<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th August 2024

રાજપાલ યાદવની કરોડોની પ્રોપર્ટી પર બેંકે જપ્‍ત કરી

સેન્‍ટ્રલ બેંક ઓફ ઈન્‍ડિયાએ શાહજહાંપુરના સદર બજારના પોશ વિસ્‍તારમાં સ્‍થિત રાજપાલ યાદવના પિતા નૌરંગ યાદવની કરોડોની સંપત્તિ જપ્‍ત કરી

શાહજહાંપુર,તા. ૧૩: ઉત્તરપ્રદેશ શાહજહાંપુરમાં સેન્‍ટ્રલ બેંકે ફિલ્‍મ અભિનેતા રાજપાલ યાદવની કરોડોની સંપત્તિ કુર્ક કરી લીધી છે. રાજપાલ યાદવે સેન્‍ટ્રલ બેન્‍ક ઓફ ઇન્‍ડિયા, મુંબઈથી મોટી લોન લીધી હતી. એના માટે રાજપાલ યાદવે પોતાના પિતા નૌરંગ યાદવના નામથી જમીન અને ભવનને ગેરંટી તારીખે બેન્‍કમાં રાખી હતી. બેન્‍કમાં લોન ભરવા પર આ સંપત્તિ પર કુર્કની આ કાર્યવાહી કરી છે.

સેન્‍ટ્રલ બેન્‍ક ઓફ ઇન્‍ડિયા, બાંદ્રા કુર્લા કોમ્‍પ્‍લેક્‍સ મુંબઈ શાખાની ટીમ બે દિવસ પહેલા શાહજહાંપુર પહોંચી હતી. ત્‍યાર બાદ ખુબ ગોપનીય ઢંગથી રાજપાલ યાદવના દેવા સાથે જોડાયેલી કરોડોની પ્રોપર્ટી સીલ કરી દીધી છે.

સદર બજારમાં પોશ વિસ્‍તારમાં છે રાજપાલ યાદવની પ્રોપર્ટી શહેરના સદરબ બજારના પોશ વિસ્‍તાર સેન્‍ટ એક્‍લેવ પાસે છે. બેન્‍ક કર્મચારીઓએ પ્રોપર્ટી ગેટ પર તાળા લગાવી સીલ કરી દીધી છે. સાથે જ ત્‍યાં બેન્‍ક પ્રોપર્ટી લખી બેનર લગાવી દીધું છે. રાજપાલ યાદવે બેન્‍ક લોન સાથે જોડાયેલી પ્રોપર્ટી કુર્ક કર્યા પછી બેન્‍ક કર્મચારી પાછા જતા રહ્યા.

તમને જણાવી દઈએ કે રાજપાલ યાદવ ફિલ્‍મ અતા પતા લાપતા માટે લીધેલી લોનની ચૂકવણી ન કરવા બદલ જેલ જઈ ચુક્‍યા છે. આવી સ્‍થિતિમાં, બેંક લોન ન ચૂકવવાના કિસ્‍સામાં આ પ્રોપર્ટી બેંક લોનમાં ગેરંટી તરીકે લગાવવામાં આવી હતી. તેના પિતાના નામે નોંધાયેલી મિલકત ટાંચમાં લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સેન્‍ટ્રલ બેંક ઓફ ઈન્‍ડિયાની સ્‍થાનિક શાખાએ પ્રોપર્ટી અટેચ કરવાની પુષ્ટિ કરી છે.

(9:53 AM IST)