<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th August 2024

ડેરા સચ્‍ચા સૌદાનો વડો રામ રહીમ ફરી જેલમાંથી બહાર : ૨૧ દિવસની છૂટ

રામ રહીમ સિરસામાં પોતાના આશ્રમમાં બે મહિલા અનુયાયીઓ પર બળાત્‍કાર કરવા બદલ ૨૦ વર્ષની જેલની સજા ભોગવી રહ્યો છે

 

નવી દિલ્‍હી તા. ૧૩ : ડેરા સચ્‍ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમને ફરી એકવાર ફર્લો મળી ગયો છે. રામ રહીમને ૨૧ દિવસની છૂટ મળી છે, ત્‍યારબાદ તે મંગળવારે સુનારિયા જેલમાંથી બહાર આવ્‍યો હતો.રામ રહીમને મંગળવારે સવારે લગભગ ૬.૩૦ વાગ્‍યે પોલીસ સુરક્ષા હેઠળ હરિયાણાની સુનારિયા જેલમાંથી મુક્‍ત કરવામાં આવ્‍યો હતો. તેઓ ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લાના બરનાવા આશ્રમમાં ફર્લોનો સમયગાળો વિતાવશે.

બળાત્‍કારના ગુનેગાર ગુરમીત રામ રહીમ સિંહે જૂન ૨૦૨૪માં ફરી એકવાર ફર્લોની માંગ કરી હતી. રામ રહીમે ૨૧ દિવસની રજા માટે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. આ પહેલા ફેબ્રુઆરીમાં હાઈકોર્ટે હરિયાણા સરકારને તેની પરવાનગી વિના ડેરા સચ્‍ચા સૌદાના વડાને વધુ પેરોલ ન આપવા જણાવ્‍યું હતું. તે સમયે હાઈકોર્ટ શિરોમણી ગુરૂદ્વારા પ્રબંધક સમિતિની અરજી પર સુનાવણી કરી રહી હતી, જેમાં ડેરા સચ્‍ચા સૌદાના વડાને કામચલાઉ મુક્‍તિની મંજૂરીને પડકારવામાં આવી હતી.

૧૪ ઓક્‍ટોબર ૨૦૨૨ : રામ રહીમને ૪૦ દિવસ માટે પેરોલ આપવામાં આવ્‍યો. આ સમયગાળા દરમિયાન તેઓ બાગપત આશ્રમમાં રહ્યા અને મ્‍યુઝિક વીડિયો પણ રિલીઝ કર્યા.

૨૧ જાન્‍યુઆરી ૨૦૨૩ : છઠ્ઠી વખત ૪૦ દિવસ માટે પેરોલ મળ્‍યો. તે શાહ સતનામ સિંહની જન્‍મજયંતિમાં હાજરી આપવા માટે જેલમાંથી બહાર આવ્‍યો હતો.

૨૦ જુલાઈ ૨૦૨૩ : સાતમી વખત ૩૦ દિવસના પેરોલ પર જેલમાંથી બહાર આવ્‍યો.

 

(11:29 AM IST)