હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 9:30 AM

નવી દિલ્હી તા. ૧૩ : ભારત ૨૦૪૭ સુધીમાં ૫૫ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બની શકે છે. આ માટે કેન્દ્ર અને રાજયોએ જરૂરી નીતિઓ લાગુ કરવી પડશે અને વિકાસ દરને ૮ ટકા સુધી લઈ જવો પડશે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર કૃષ્ણમૂર્તિ વી સુબ્રમણ્યને સોમવારે જણાવ્યું હતું કે આ લક્ષ્ય ભલે હિંમતભર્યું લાગે, પરંતુ ચક્રવૃદ્ધિની શક્તિ દ્વારા તેને હાંસલ કરવું શક્ય છે. સુબ્રમણ્યમે તેમના પુસ્તક ‘ઇન્ડિયા એટ ૧૦૦'ના અનાવરણ માટે આયોજિત કાર્યક્રમમાં કહ્યું કે, ૨૦૨૦માં દેશનું ખાનગી દેવું અને જીડીપી રેશિયો ૫૮ ટકા હતો. આ અદ્યતન અર્થતંત્રો કરતાં લગભગ છ દાયકા પાછળ છે અને આ દેશો હવે ૨૦૦ ટકા પર છે. જો કે, પ્રધાનમંત્રી જન-ધન જેવી યોજનાઓ દ્વારા નાણાકીય સમાવેશની દ્રષ્ટિએ અભૂતપૂર્વ કામ કરવામાં આવી રહ્યું છે.
ભારત સરકારના મુખ્ય આર્થિક સલાહકાર રહી ચૂકેલા સુબ્રમણ્યમે કહ્યું, મારી માન્યતા ‘૭૨ના નિયમ' પર આધારિત છે. આ મુજબ, ડોલરના સંદર્ભમાં ૧૨ ટકાના વૃદ્ધિ દરે (આઠ ટકા જીડીપી વૃદ્ધિ અને પાંચ ટકા ફુગાવો ઉમેર્યા પછી ડોલર સામે રૂપિયામાં એક ટકાનો ઘસારો), દર છ વર્ષે જીડીપી બમણી થાય છે.
સુબ્રમણ્યમે જણાવ્યું હતું કે ૨૦૨૩ થી આગામી ૨૪ વર્ષમાં $૩.૨૫ ટ્રિલિયનની અર્થવ્યવસ્થા ‘ચાર ગણી' થશે. આ સાથે ૨૦૪૭ સુધીમાં તે ૫૨ ટ્રિલિયન ડોલર સુધી પહોંચી જશે.
જાપાનનું ઉદાહરણ આપતા IMFના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, ત્યાંની અર્થવ્યવસ્થા ૧૯૭૦માં ૨૧૫ બિલિયન ડોલરની હતી, જે ૨૫ વર્ષમાં ૨૫ ગણી વધીને ૧૯૯૫માં ૫.૧ ટ્રિલિયન ડોલર થઈ ગઈ. આ સમયગાળા દરમિયાન જાપાનની માથાદીઠ આવક પણ $૨,૧૦૦ થી વધીને $૪૪,૦૦૦ થઈ
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 9:30 AM