હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મંગળના વાતાવરણને માનવ અનુકુળ બનાવશે ધુળના કણો
લોખંડ અને એલ્યુમીનીયમના નેનોરોડસ ત્યાં જ બનાવવા સુચનઃ મંગળનું સરેરાશ તાપમાન માઇનસ ૬૫ ડીગ્રી

વોશીંગ્ટનઃ વૈજ્ઞાનીક મંગળ ગ્રહ પર માનવો માટે વસાહત બનાવવાની શકયતાઓ ચકાસી રહયા છે. તેમાં મંગળનું ઓછું તાપમાન સોૈથી મોટો અવરોધ છે. તેની સપાટી પર સરેરાશ તાપમાન માઇનસ ૬૫ ડીગ્રી સેલ્સીયસ આસપાસ હોય છે. અમેરીકન વૈજ્ઞાનિકોના નવા રિસર્ચમાં તારણ કરાયું છે કે જો કૃત્રિમ રીતે મંગળનું તાપમાન વધારવામાં આવે તો ત્યાંના વાતાવરણને માનવો માટે અનુકુળ બનાવી શકાય છે.
સાયન્સ ડે ડેઇલીના રિપોર્ટ અનુસાર, વૈજ્ઞાનિકોએ ત્યાંનું તાપમાન વધારવા માટેની રીત પણ રજુ કરી છે. તેમનું સુચન છે કે લોખંડ અથવા એલ્યુમીનીયમના ચમકીલ ા કણોને ધુળની જેમ મંગળના વાતાવરણમાં છોડાવામાં આવે તો તે ગ્રહની ગરમી શોષી શકે છે. તેનાથી મંગળ પર ગ્રીનહાઉસ ઇફેકટ થશે અને તેની સપાટીનું તાપમાન ૨૮ ડીગ્રી સેલ્સીયસ સુધી વધી જશે.
વૈજ્ઞાનિકોનો પ્રસ્તાવ છે કે કેટલાય વર્ષો સુધી દરેક સેકન્ડે લગભગ ૮ ગેલન એટલે કે ૩૦ લીટરના દરે નાના કણોને સતત મંગળના વાતાવરણમાં છોડવામાં આવે. મંગળની સપાટી પર લોખંડ અને એલ્યુમીનીયમ પુષ્કળ પ્રમાણમાં છે એટલે આવા કણો બનાવવાના ઉપકરણો ત્યાં મોકલવામાં આવે. જો કે આમાં કેટલો ખર્ચ થાય તેનો હિસાબ હજુ નથી લગાવવામાં આવ્યો.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
