હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Tuesday, 13th August 2024
સાવરકુંડલાના પીરે તરીકત સરકાર સૈયદ દાદાબાપુ ખુદાને પ્યારા થઈ ગયા : વિશાળ અનુયાયી વર્ગમાં ભારે ગમગીની : સાર્વત્રિક શોક છવાયો

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર :ગુલામે પંજેતન પાક મિલાદ ગૃપ-ચલાલાના પ્રમુખ અલીભાઈ બ્લોચ (મો.૭૮૭૪૪૬૦૧૬૦)ના જણાવ્યા અનુસાર સાવરકુંડલાના પીરે તરીકત સરકાર સૈયદ દાદાબાપુ પરદો કરી ગયા છે એટલે કે, ખુદાને પ્યારા થઈ ગયા છે. સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાત અને દેશભરમાં વિશાળ અનુયાયીઓ ધરાવતા-વ્યસન મુકિતના પ્રેણેતા અને દીની અને દુન્યવી શિક્ષણના હિમાયતી પીરે તરીકત સરકાર સૈયદ દાદાબાપુની તબિયત નાદુરસ્ત થતા છેલ્લા બે-ચાર દિ'થી અમરેલી હોસ્પિટલમાં દાખલ હતા. જયાં તબીબોની અથાગ જહેમત અને ગામેગામ દુઆઓ-પ્રાર્થનાઓ સતત ચાલુ હતા..આખરે આજે રાત્રે "બાપુ" પરદો કરી ગયાના સમાચારો વાયુવેગે પ્રસરતા જ સાર્વત્રિક ગમગીની વ્યાપી ગઈ છે..દૂરદરાજથી વિશાળ અનુયાયી વર્ગે સાવરકુંડલા ભણી દોટ મુકી છે. વિશેષ વિગતો મેળવાઈ રહી છે.
(11:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
