<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th August 2024

વિધાનસભાની ચૂંટણી થઈ છે મોંઘી : ૪૦ લાખમાં કેવી રીતે લડવી ? પક્ષોની ખર્ચ મર્યાદા વધારવાની માંગ

મહારાષ્‍ટ્ર, હરિયાણા, ઝારખંડ વિધાનસભાની ચૂંટણી આ વર્ષના અંતમાં યોજાઈ શકે છે : ઘણા રાજકીય પક્ષોએ ચૂંટણી પંચને ચૂંટણીમાં ખર્ચની મહત્તમ મર્યાદા વધારવાની માંગ કરી છે

નવી દિલ્‍હી, તા.૧૪: અનેક રાજકીય પક્ષોએ ચૂંટણી પંચ પાસે વિધાનસભા ચૂંટણીમાં મહત્તમ ખર્ચ મર્યાદા વધારવાની માંગણી કરી છે. તેમણે કહ્યું કે ચૂંટણી મોંઘી થઈ ગઈ છે, ૪૦ લાખ રૂપિયામાં ચૂંટણી લડવી મુશ્‍કેલ છે. આવી સ્‍થિતિમાં મર્યાદા વધારવાની જરૂર છે. હરિયાણામાં ચૂંટણી તૈયારીઓની સમીક્ષા કરવા આવેલી ચૂંટણી પંચની ટીમ સમક્ષ મુખ્‍ય રાજકીય પક્ષોએ આ માંગ ઉઠાવી હતી. હાલમાં દેશમાં ઉમેદવારોને લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ ૯૫ લાખ રૂપિયા અને વિધાનસભાની ચૂંટણીમાં ૪૦ લાખ રૂપિયાનો ખર્ચ કરવાની છૂટ છે.

બે વર્ષ પહેલા પંચે ખર્ચ મર્યાદામાં વધારો કર્યો હતો. વર્ષ ૨૦૨૨માં ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ સહિત પાંચ રાજ્‍યોની વિધાનસભા ચૂંટણી દરમિયાન પંચે ખર્ચ મર્યાદા ૨૮ લાખ રૂપિયાથી વધારીને ૪૦ લાખ રૂપિયા કરી દીધી હતી. નાના રાજ્‍યોમાં ચૂંટણી માટે મહત્તમ મર્યાદા માત્ર ૨૮ લાખ રૂપિયા છે.

આ રાજ્‍યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે : એવું માનવામાં આવે છે કે પંચ આ વર્ષના અંતમાં યોજાનારી મહારાષ્‍ટ્ર, હરિયાણા અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણી પહેલા આ મામલે સમીક્ષા કરીને નિર્ણય લઈ શકે છે. મુખ્‍ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારના નેતળત્‍વમાં પંચની ટીમે મંગળવારે ચંદીગઢમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, સીપીઆઈ (માર્કસવાદી), ભારતીય રાષ્‍ટ્રીય લોકદળ, જનનાયક જનતા પાર્ટીના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી અને તેમના સૂચનો લીધા હતા. હરિયાણા વિધાનસભાનો કાર્યકાળ ૩ નવેમ્‍બર, ૨૦૨૪ ના રોજ સમાપ્ત થાય છે. રાજ્‍યની ૯૦ વિધાનસભા બેઠકોમાંથી ૧૭ અનામત છે.

રાજકીય પક્ષોએ ચૂંટણી પંચ સમક્ષ અનેક માંગણીઓ ઉઠાવી હતી. જેમાં સરકારી મશીનરીનો દુરુપયોગ અટકાવીને મુક્‍ત અને નિષ્‍પક્ષ ચૂંટણીની માંગણી, સંવેદનશીલ મતદાન મથકો પર પૂરતા પ્રમાણમાં કેન્‍દ્રીય દળો તૈનાત કરવા, મતદાર યાદીમાંથી મળત અને મત બહારના મતદારોના નામ દૂર કરવા, મતદાર યાદી ઉપલબ્‍ધ કરાવવાની માંગનો સમાવેશ થાય છે.

(10:04 AM IST)