News of Wednesday, 14th August 2024
રોમમાં ૨૫મી વર્લ્ડ ફિલોસોફી કોંગ્રેસ યોજાઇ ગઇઃ અક્ષર પુરૂષોત્તમ તત્વજ્ઞાનની વિસ્તૃત રજુઆત થઇ
અક્ષર પુરૂષોત્તમ દર્શન અને આધ્યાત્મિક ઇકોલોજી ઉપર વિશિષ્ટ સત્ર પણ યોજાયું:આવતા વર્ષે ટોકયોમાં કોન્ફરન્સ યુરોપની સૌથી મોટી ગણાતી ‘સેપિઅન્ઝા યુનિવર્સિટી ઓફ રોમ'માં યોજાઇ ગયેલ કોન્ફરન્સમાં ૧૨૦ દેશોના, ૮૯ તત્ત્વજ્ઞાન વિદ્યાશાખાઓના ૫૦૦૦ કરતાં વધુ વિદ્વાનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા

રાજકોટઃ ઇટલીના રોમમાં ૨૫મી વર્લ્ડ કોંગ્રેસ ઓફ ફિલોસોફીમાં પૂ.મહંત સ્વામીની પ્રેરણાથી રજૂ કરાયેલ સ્વામિનારાયણ સંપ્રદાયના શાષાીય તત્વજ્ઞાન-દાર્શનીક પરંપરાનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ વૈદિક તત્ત્વજ્ઞાનને ‘અક્ષર-પુરુષોત્તમ દર્શન' તરીકે ઓળખવામાં આવે છે.
આઠ દિવસીય પરિષદનું આયોજન વિશ્વની સૌથી જૂની યુનિવર્સિટીઓમાંની એક અને યુરોપની સૌથી મોટી યુનિવર્સિટી, રોમની સેપિએન્ઝા યુનિવર્સિટીમાં ૧ થી ૮ ઓગસ્ટ દરમિયાન કરવામાં આવ્યું હતું. વિવિધ વિદ્યાશાખાઓના ૧૨૦ દેશોના ૫,૦૦૦ વિદ્વાનો અને તત્વજ્ઞાનના વિદ્યાર્થીઓએ આ વર્લ્ડ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો.
ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ ફિલોસોફિકલ સોસાયટીઝ દ્વારા આયોજિત આ કોન્ફરન્સે વિશ્વભરની ૮૯ જેટલી ફિલોસોફિકલ શાખાઓના તેજસ્વી વિદ્વાનો માટે, વૈશ્વિક પડકારોને લક્ષમાં રાખીને માનવ અસ્તિત્વની ઊંડી સમજણને પ્રોત્સાહન આપવા એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું.
કોન્ફરન્સ દરમિયાન, મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામીની અધ્યક્ષતા હેઠળ અક્ષર-પુરુષોત્તમ દર્શન અને આધ્યાત્મિક પર્યાવરણીય વિઝન પર એક રસપ્રદ સત્ર યોજાયું હતું.
દિલ્હી યુનિવર્સિટીના તત્વજ્ઞાનના પ્રોફેસર બાલગણપતિ દેવારાકોન્ડાએ કહ્યું: અક્ષર-પુરુષોત્તમ વેદાંત દર્શનનું મૂળ પવિત્ર સનાતન હિંદુ શાષાોમાં છે, પヘમિી તત્વજ્ઞાનના વિદ્વાનોને આ દર્શનમાં રસ લેતા જોઈને આનંદ થયો.
વિશ્વ તત્વજ્ઞાન કોંગ્રેસના પ્રમુખ પ્રોફેસર સ્કારન્ટિનો, અને ભદ્રેશદાસ સ્વામીએ આ પરિષદની ફળશ્રુતિ અને તેની ભવિષ્યની દિશા વિશે ચર્ચા કરી હતી.પ્રોફેસર લુકા સ્કારન્ટિનોને, વેદાંત પ્રસ્થાનત્રયી પર એકવીસમી સદીના સંસ્કૃતમાં લખાયેલા નૂતન શાષાીય ભાષ્યો ‘સ્વામિનારાયણ ભાષ્યમ'ના ગ્રંથોને તેના લેખક મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામીએ અર્પણ કરેલ.
જાપાનના ફિલોસોફિકલ એસોસિએશનના પ્રમુખ અને વર્લ્ડ કોંગ્રેસ ફિલોસોફીની આગામી કોન્ફરન્સના યજમાન પ્રો. નોબુરુ નોટોમી પણ આ બેઠકમાં હાજર હતા. તેમણે ૨૦૨૮માં ટોક્યોમાં યોજાનારી ૨૬મી વર્લ્ડ કોંગ્રેસ ઓફ ફિલોસોફીમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ આપ્યું હોવાનું પણ એક અખબારી યાદીમાં જણાવાયું છે.
(4:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
