News of Wednesday, 14th August 2024
અયોધ્યા એરપોર્ટઃ વધુ 10 ફ્લાઈટ્સ બંધ:પ્રાણ પ્રતિષ્ઠા સમયે શરૂ થયેલ ઘણી નિયમિત સેવાઓ હવે વીકલી બની
અયોધ્યા એરપોર્ટ પરથી વિમાનોની સંખ્યા સતત ઘટી:પ્રાણ પ્રતિષ્ઠા સમયે દેશના લગભગ દરેક મોટા શહેરોથી સીધી હવાઈ સેવા શરૂ કરાઈ હતી

અયોધ્યા એરપોર્ટ પર મુસાફરોની સંખ્યામાં અચાનક ઘટાડો થયો છે. જેના કારણે ઘણી કંપનીઓએ કાં તો તેમની નિયમિત ફ્લાઈટ્સ બંધ કરી દીધી છે અથવા તેમની સંખ્યા ઘટાડી દીધી છે. તાજેતરમાં એરપોર્ટ પરથી 10 ફ્લાઈટને રોકવામાં આવી છે. હાલમાં માત્ર સાત ફ્લાઈટ જ ઉડી રહી છે.
રામ લલ્લાના અભિષેક પછી મહર્ષિ વાલ્મીકિ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર દરરોજ 17 થી વધુ ફ્લાઇટ્સ કાર્યરત હતી. જેમાં તાજેતરમાં એરપોર્ટ પરથી 10 ફ્લાઈટને રોકવામાં આવી છે. હાલમાં માત્ર સાત ફ્લાઈટ જ કાર્યરત છે. સ્પાઈસજેટે તાજેતરમાં અયોધ્યાથી દરભંગા, કોલકાતા, દિલ્હી અને પટનાની ફ્લાઈટ બંધ કરી દીધી છે. જોકે સ્પાઈસ જેટની ફ્લાઈટ અમદાવાદથી સીધી અયોધ્યા માટે ઉડાન ભરી રહી છે. જ્યારે અન્ય એરલાઇન્સના વિમાનો કાર્યરત છે.
જેમાં અકાસા, ઈન્ડિગો, એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ્સ ઓપરેટ કરવામાં આવી રહી છે. હાલમાં, આ એરલાઇન્સ તેમના સમયપત્રક મુજબ અયોધ્યાથી દિલ્હી, મુંબઈ અને બેંગલુરુની સીધી ફ્લાઈટ ચાલુ રાખી રહી છે. દરમિયાન એરપોર્ટ ડાયરેક્ટર વિનોદ કુમાર ગર્ગનું કહેવું છે કે દેશભરમાં વરસાદને કારણે ઘણા શહેરોમાં સમસ્યા છે. શક્ય છે કે વરસાદના કારણે લોકો મુસાફરી કરવાનું ટાળી રહ્યા હોય, પેસેન્જર ન મળતાં કંપનીઓએ ફ્લાઈટ બંધ કરી દીધી હોય.
શહેરનો સૌથી ઉંચો ત્રિરંગો ટૂંક સમયમાં એરપોર્ટ પર ફરકાવવામાં આવશે. આ ત્રિરંગો એરપોર્ટ બિલ્ડિંગની સામે લગાવવામાં આવશે. એરપોર્ટ ડાયરેક્ટર વિનોદ કુમાર ગર્ગે આ વાતની પુષ્ટિ કરતા કહ્યું કે ટૂંક સમયમાં 100 ફૂટ ઉંચો ત્રિરંગો મુસાફરોને લહેરાવતો જોવા મળશે. આ અંગે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
(8:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
