તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Wednesday, 14th August 2024
તિરંગાના રંગોથી ઝળહળી ઉઠ્યો દેશ: ઈન્ડિયા ગેટથી લઈને અટારી-વાઘા બોર્ડર સુધી શાનદાર શણગાર : જુઓ વીડિયો
સરહદ પર ત્રિરંગાની આ રોશનીનું પ્રમાણ ભારતની આઝાદીની ઉજવણી સાથે દેશની શક્તિ અને એકતાનું પ્રતીક પણ છે

#WATCH | Delhi: India Gate illuminated in tricolour on the eve of Independence Day #IndependenceDay2024 pic.twitter.com/6XG6llmdUM
— ANI (@ANI) August 14, 2024
#WATCH | Delhi: Rashtrapati Bhavan illuminated on the eve of Independence Day#IndependenceDay2024 pic.twitter.com/McX2gxgjZJ
— ANI (@ANI) August 14, 2024
નવી દિલ્હી : ભારત 78માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્વતંત્રતા દિવસ પ્રસંગે દેશભરમાં ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવશે. સ્વતંત્રતા દિવસ અગાઉ દેશ તિરંગાના રંગથી રંગાયો છે. દેશના દરેક ખૂણે સ્વતંત્રતા દિવસ સમારંભની તૈયારી ચાલી રહી છે.
આ ખાસ પ્રસંગે દેશના ઐતિહાસિક સ્થળો અને ઈમારતોની તિરંગાની રોશનીથી સજાવટ કરવામાં આવી છે. આ સુંદર નજારો જોઈને સૌ દેશવાસીઓના દિલ ગર્વથી ભરાઈ રહ્યા છે.
ઈન્ડિયા ગેટ ત્રિરંગાના પ્રકાશમાં ઝળહળી રહ્યો છે. આ ઐતિહાસિક સ્થાન પર તિરંગાની રોશની દિલ્હીવાસીઓ ઉપરાંત સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું હતું. ઈન્ડિયા ગેટ ત્રિરંગાના પ્રકાશમાં ઝળહળી રહ્યો છે. આ ઐતિહાસિક સ્થાન પર તિરંગાની રોશની દિલ્હીવાસીઓ ઉપરાંત સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું હતું.
ભારતના પ્રજાસત્તાકનું પ્રતીક દિલ્હીનું રાષ્ટ્રપતિ ભવન સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ ત્રિરંગાના પ્રકાશમાં ઝળહળી ઉઠ્યું છે. ત્રિરંગાની રોશનીનો નજારો એટલો સુંદર હતો કે તેને જોવા માટે લોકોની ભીડ ઉમટી પડી હતી.
સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ અમૃતસરની અટારી-વાઘા બોર્ડર પર પણ ત્રિરંગો પ્રગટાવવામાં આવ્યો હતો. ભારત-પાકિસ્તાન વચ્ચેની આ સરહદ પર ત્રિરંગાની આ રોશનીનું પ્રમાણ ભારતની આઝાદીની ઉજવણી નથી પણ તે આપણા દેશની શક્તિ અને એકતાનું પ્રતીક પણ છે. અહીં દરરોજ સાંજે યોજાતા બીટિંગ રીટ્રીટ સેરેમની સાથે ત્રિરંગાની આ રોશની લોકોના હૃદયમાં દેશભક્તિની લહેર ઉભી કરે છે.
આ વિશેષ પ્રસંગે દિલ્હીના જૂના સંસદ ભવનને પણ તિરંગાની રોશનીથી શણગારવામાં આવેલ છે.ભારતીય લોકશાહીનો પાયો નાખનાર આ ઈમારત તિરંગાના પ્રકાશમાં વધુ ભવ્ય લાગતી હતી.
મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને BMCની ઐતિહાસિક ઈમારત પણ તિરંગાની રોશનીથી ઝળહળી ઉઠી છે. આ ઈમારતો એ મુંબઈની ઓળખ છે.
#WATCH | Attari-Wagah border in Punjab's Amritsar illuminated in tricolour on the eve of Independence Day#IndependenceDay2024 pic.twitter.com/8gQiM7CTc7
— ANI (@ANI) August 14, 2024
#WATCH | Delhi: Old Parliament building illuminated on the eve of Independence Day#IndependenceDay2024 pic.twitter.com/rQo2TqyFLf
— ANI (@ANI) August 14, 2024
#WATCH | Mumbai: CSMT & BMC heritage building illuminated in tricolour on the eve of Independence Day #IndependenceDay2024 pic.twitter.com/gUzx3mHElU
— ANI (@ANI) August 14, 2024
(11:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
