<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th August 2024

કોલકતામાં મોડીરાત્રે હોબાળો :ઉશ્કેરાયેલ ટોળાએ આરજી કર હોસ્પિટલમાં હોસ્પિટલમાં કરી તોડફોડ : પોલીસનો લાઠીચાર્જ

મોડીરાત સુધી વિરોધ પ્રદર્શન : ડોક્ટરો અને સ્ટાફને માર મારવામાં આવ્યો:ભીડને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો

કોલકાતાના ડૉક્ટર બળાત્કાર-હત્યા કેસની પીડિતા માટે ન્યાયની માંગ સાથે બંગાળના ઘણા શહેરોમાં મોડી રાત સુધી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા હતા. કોલકાતાની આરજી કાર હોસ્પિટલમાં પણ આવું જ પ્રદર્શન થયું હતું. આ દરમિયાન હોસ્પિટલમાં ભારે હોબાળો શરૂ થયો હતો. ડોક્ટરો અને સ્ટાફને માર મારવામાં આવ્યો હતો. ભીડને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો

મધ્યરાત્રિએ કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ભારે હોબાળો થયો હતો. વિરોધ પ્રદર્શન દરમિયાન અચાનક એક બેકાબૂ ભીડ ઘૂસી ગઈ અને હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો. ઈમરજન્સી વોર્ડને પણ નિશાન બનાવાયો હતો. ડોક્ટરો અને સ્ટાફને માર મારવામાં આવ્યો હતો. પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે પથ્થરમારો થયો હતો. બેકાબૂ ભીડને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો અને ટીયર ગેસના શેલ પણ છોડ્યા હતા  

આરજી કરમાં અડધી રાત્રે હંગામો થયો હતો. કોલકાતાના ડૉક્ટર બળાત્કાર-હત્યા કેસની પીડિતા માટે ન્યાયની માંગ સાથે બંગાળના ઘણા શહેરોમાં મોડી રાત સુધી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા હતા. કોલકાતાની આરજી કર હોસ્પિટલમાં પણ આવું જ પ્રદર્શન થયું હતું. આ દરમિયાન હોસ્પિટલમાં ભારે હોબાળો શરૂ થયો હતો. બેકાબૂ ભીડ બેરિકેડ તોડીને હોસ્પિટલની અંદર પ્રવેશી હતી. ઈમરજન્સી વોર્ડથી લઈને હોસ્પિટલના ઘણા ભાગોમાં ભારે તોડફોડ થઈ હતી.

 

ત્યાં હાજર ડોક્ટરોને પણ માર મારવામાં આવ્યો હતો. ભીડથી બચવા માટે મહિલાઓ ગર્લ્સ હોસ્ટેલના એક રૂમમાં સંતાઈ ગઈ હતી. પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ભારે પથ્થરમારો થયો હતો. પોલીસના વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. બેકાબૂ દેખાવકારોને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો અને ટીયર ગેસના શેલ છોડ્યા. આ હિંસામાં લગભગ 50 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા.

(11:15 AM IST)