તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 15th August 2024
હિંડનબર્ગની પોલ ખુલી :મોરેશિયસના ફાઇનાન્શિયલ સર્વિસ કમિશને કર્યો મોટો ખુલાસો
આઇપીઇ પ્લસ ફંડ અને આઇપીઇ પ્લસ ફંડ-1 મોરેશિયસ સાથે જોડાયેલા નથી

અમેરિકન શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ પર ભારતમાં હોબાળો મચી ગયો છે. આ રિપોર્ટમાં એવું કહેવાયું હતું કે, સેબી ચીફ માધવી પુરી બૂચ અને તેમના પતિ ધવલ બુચનો અદાણી ગ્રુપ સાથે જોડાયેલી ઓફશોર કંપનીઓમાં હિસ્સો હતો. જોકે, બુચ દંપતીએ આ આરોપોને નકારી કાઢ્યા છે.
મીડિયા અહેવાલ મુજબ, હવે ફાઇનાન્શિયલ સર્વિસ કમિશન ઑફ મોરિશિયસે, ગઈકાલ મંગળવારે જણાવ્યું હતું કે, હિંડનબર્ગ રિસર્ચના સેબી ચીફ માધવી પુરી બુચને લઈને જે ફંડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તેનો તેમના દેશ સાથે કોઈ સંબંધ નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ફાઇનાન્શિયલ સર્વિસ કમિશન મોરેશિયસનું છે, જેની સ્થિતિ જેમ ભારતમાં સેબીની હોય છે તેવી જ રીતે મોરેશિયસમાં ફાઇનાન્શિયલ સર્વિસ કમિશન છે.
મીડિયા અહેવાલ મુજબ, ફાઇનાન્શિયલ સર્વિસ કમિશને એમ પણ કહ્યું કે તે શેલ કંપનીઓને મોરિશિયસમાં કામ કરવાની મંજૂરી આપતું નથી. એફએસસીએ કહ્યું કે તેણે 10 ઓગસ્ટ, 2024ના હિંડનબર્ગ સંશોધન અહેવાલની નોંધ લીધી છે. તેમાં મોરેશિયસ સ્થિત શેલ કંપનીઓ અને મોરેશિયસને ‘ટેક્સ હેવન’ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
એફએસસીએ કહ્યું, “હિંડનબર્ગ રિપોર્ટ જણાવે છે કે ‘આઈપીઈ પ્લસ ફંડ’ મોરેશિયસમાં એક નાનું ઓફશોર ફંડ છે અને આઈપીઈ પ્લસ ફંડ-1 મોરેશિયસમાં નોંધાયેલ છે. અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે, IPE Plus Fund અને IPE Plus Fund-1 મોરેશિયસ સાથે જોડાયેલા નથી અને તેમને કોઈ લાઇસન્સ પણ અમારે ત્યાંથી આપવામાં આવ્યું નથી. વાસ્તવમાં, આને મોરેશિયસ સાથે કોઈ લેવાદેવા નથી
હિન્ડેનબર્ગે ગત શનિવારે જાહેર કરેલા રિપોર્ટમાં, એવો આરોપ મૂક્યો હતો કે સેબીના ચેરપર્સન માધવી પુરી બુચ અને તેમના પતિએ 2015માં સિંગાપોરમાં એક વેલ્થ મેનેજમેન્ટ ફર્મ સાથે બર્મુડા સ્થિત ફંડની મોરેશિયસ-રજિસ્ટર્ડ એન્ટિટીમાં જાહેર ના કરાયેલ રકમનું રોકાણ કરવા માટે ખાતું ખોલાવ્યું હતું. મોરેશિયસ ફંડનું સંચાલન અદાણી ગ્રૂપના ડિરેક્ટર દ્વારા કરવામાં આવ્યું હતું અને તેની મૂળ સંસ્થાનો ઉપયોગ અદાણીના 2 સહયોગીઓ દ્વારા ફંડનો ગેરઉપયોગ કરવા અને શેરના ભાવમાં વધારો કરવા માટે કરવામાં આવ્યો હતો
(11:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
