<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th August 2024

મહિલાઓ માટે પ્રસુતીની રજા ૧ર અઠવાડીયાથી વધારીને ર૬ અઠવાડીયા કરવામાં આવીઃ વડાપ્રધાન મોદીની જાહેરાત

નવી દિલ્‍હીઃ વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીએ લાલ કિલ્‍લા પરથી સંબોધન કરતાં કહ્યું કે કામ કરતી મહિલાઓ માટે પ્રસૂતિ રજા 12 અઠવાડિયાથી વધારીને 26 અઠવાડિયા કરવામાં આવી છે. અમે મહિલાઓનું સન્માનની સાથે સાથે સંવેદનશીલતાથી નિર્ણયો લઈ છીએ અને તે સુનિશ્ચિત કરીએ છીએ. સરકાર બાળકના ઉત્તમ વિકાસમાં કોઈ અડચણ બનવા માંગતી નથી. તે બાળકને ઉત્તમ નાગરિક બનાવવા માટે માતાની જરૂરિયાતો જાણીએ છીએ

શ્રી મોદીએ ઈશારા-ઈશારામાં કોલકાતામાં લેડી ડોક્ટર દુષ્કર્મ -હત્યા કેસમાં કડક કાર્યવાહીની વાત કરી છે. તેમણે કહ્યું કે, મહિલાઓ વિરુદ્ધ ખરાબ કૃત્ય કરનારાઓને વહેલી તકે સજા મળવી જોઈએ. જોકે તેમણે તેમના ભાષણમાં ક્યાંય પણ આ ઘટનાનો ઉલ્લેખ કર્યો નથી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઇ મોદીએ કહ્યું કે, વિદ્યાર્થીઓ મેડિકલ અભ્યાસ માટે બહાર જઈ રહ્યા છે, જેથી હવે 10 વર્ષમાં મેડિકલ સીટોની સંખ્યા વધીને 1 લાખ થઈ ગઈ છે. આગામી પાંચ વર્ષમાં મેડિકલ કોલેજોમાં 75 હજાર નવી બેઠકો ઉભી કરવામાં આવશે. અમે રાષ્ટ્રીય પોષણ મિશન શરૂ કર્યું છે, જેથી બાળકોને પોષણ મળી શકે.

(1:06 PM IST)