<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th August 2024

શું સુનિતા વિલિયન્‍સને સ્‍પેશ સ્‍ટેશનમાં હજુ ર૦રપ સુધી રોકાવું પડશે ?

નવી દિલ્‍હીઃ લાંબા સમયથી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર સ્પેસ સ્ટેસનમાં ફસાયેલા છે. જો કે હજી સુધી તેઓ ક્યારે પાછા ફરશે તેને લઈને સ્થિતિ સ્પષ્ટ નથી. ત્યારે નાસાએ જણાવ્યું છે કે આ મિશન હજી 2025 સુધી લંબાવાઈ શકે છે.

નાસાએ જણાવ્યું કે બંને અવકાશયાત્રીઓને બોંઈગના સ્ટારલાઈનરની જગ્યાએ સ્પેસએક્સ દ્વારા પરત લાવવામાં આવી શકે છે. જો એવું થશે તો આ મિશન ફેબ્રુઆરી 2025 સુધી લંબાવાઈ શકે છે.

આ મિશન પહેલા એક સપ્તાહ માટે જ ચલાવવામાં આવ્યું હતું. જેને હવે આઠ મહિના કરતાં વધારે સમય માટે લંબાવવામાં આવ્યું છે. 5 જૂનના રોજ તેઓ અવકાશની સફરે નીકળ્યા હતા, પરંતુ હીલિયમ લીકેજના કારણે થ્રસ્ટરમાં અવરોધ ઉભો થયો હતો અને ત્યારથી જ તેઓ ત્યાં ફસાયેલા છે.

જો કે નાસાના અધિકારીઓ જણાવ્યું કે તેઓ આ મામલે નિર્ણય લેતા પહેલા ડેટાનું વિશ્લેષણ કરી રહ્યા છે. ત્યારબાદ અંતિમ નિર્ણય લેવાશે.

(3:27 PM IST)