<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th August 2024

લાલ કિલ્‍લા પર સ્‍વાતંત્ર પર્વના કાર્યક્રમમાં રાહુલ ગાંધીની પણ હાજરીઃ પણ તેઓને છેક પાછળની હરોળમાં બેસાડવામાં આવ્‍યાઃ મામલો ગરમાયો

નવી દિલ્‍હીઃ વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ લાલ કિલ્લા પર આયોજિત સ્વતંત્રતા દિવસના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન તેઓ પાછળની હરોળમાં બેઠા હોવાથી આ મામલો ચર્ચામાં આવ્યો હતો. રાષ્ટ્રીય કાર્યક્રમોનું આયોજન કરવા અને આવા કાર્યક્રમોમાં બેઠક વ્યવસ્થા કરવાની જવાબદારી સંરક્ષણ મંત્રાલયની છે.

જેથી આ અંગે સંરક્ષણ મંત્રાલય તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે. સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે સ્વતંત્રતા દિવસના કાર્યક્રમ દરમિયાન ઓલિમ્પિક મેડલ વિજેતા ખેલાડીઓ માટે આગળની હરોળમાં બેસવાની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેના કારણે રાહુલ ગાંધીને પાછળની હરોળમાં બેસાડવામાં આવ્યા હતા. જો કે પ્રોટોકોલ મુજબ વિપક્ષના નેતાને આગળની હરોળમાં બેસાડવામાં આવે છે.

આ દરમિયાન ઓલિમ્પિકના ભાગ લેનારા કેટલાક ખેલાડીઓ રાહુલ ગાંધીની બાજુમાં બેઠા હતા. ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનાર ભારતીય હોકી ટીમના સભ્ય લલિત ઉપાધ્યાય રાહુલની બરાબર બાજુમાં બેઠા હતા. તેમજ મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ, એસ. જયશંકર, નિર્મલા સીતારમણ અને શિવરાજસિંહ ચૌહાણ આગળની હરોળમાં બેઠા હતા.

(3:31 PM IST)