તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 15th August 2024
સુરતમાં વિચિત્ર ઘટના:અસલી પોલીસ પાસે સામેથી આવ્યા જુગારીઓ! નકલી પોલીસે તોડ કર્યાનું જણાવ્યું:પાંચમાંથી ત્રણ નકલી પોલીસવાળા પકડાયા:બે વોન્ટેડ જાહેર
આ ઘટનાથી પોલીસને નકલી પોલીસની ગેંગ મળવાની સાથોસાથ જુગારીઓ પણ ઝડપાઈ ગયા

સુરત:સુરતમાં વિચિત્ર ઘટના બની છે.શહેર પોલીસ માટે બગાસું ખાતા પતાસુ મળ્યા જેવુ થયું છે. આ ઘટનાથી પોલીસને તો નકલી પોલીસની ગેંગ મળી આવી તો સાથોસાથ જુગારીઓ પણ ઝડપાઈ ગયા છે. સમગ્ર કિસ્સો એવો છે કે, સુરતના વરાછામાં જુગારધામ ચાલતુ હતું. આ જુગારધામ અંગે કેટલાક લોકોને માહિતી મળી ગઈ. પાંચ લોકો પોલીસ બનીને જુગારધામ પર ત્રાટક્યા. જુગાર રમતા જુગારીઓને પકડ્યા. કેટલાક લોકો પાસેથી કેસ ના કરવા અંગે રૂપિયા પડાવ્યા હતા.
જુગારધામમાં જુગાર રમતા જુગારીઓ પાસેથી કેસ ના કરવા માટે પોલીસ બનીને આવેલા પાંચેયે 1 લાખ 73 હજાર રૂપિયા લઈ લીધા. જુગારીઓ પાસેથી રૂપિયા લઈને પાંચેય પોલીસ રફુચક્કર થઈ ગઈ. જો કે જુગાર રમતા જુગારીઓને કશુક અજુગતુ લાગ્યું અને તેમણે વરાછાની અસલી પોલીસનો સંપર્ક કરીને સમગ્ર ઘટનાની જાણ કરી.
સમગ્ર ધટનાની જાણકારી મેળવીને સુરતની વરાછા પોલીસે સીસીટીવી ચકાસતા, પોલીસ બનીને ત્રાટકેલા પાંચ જણા નકલી પોલીસ જણાયા. આથી વરાછા પોલીસે, નકલી પોલીસ બનીને જુગારધામ પર ત્રાટકનારા પાંચ જણાની શોધખોળ હાથ ધરી. પાંચ પૈકી ત્રણ નકલી પોલીસ, અસલી પોલીસના હાથમાં આવી ગયા. જો કે હજુ પણ અસલી પોલીસના હાથમાં બે નકલી પોલીસ આવ્યા નથી. વરાછા પોલીસે અન્ય બે નકલી પોલીસને વોન્ટેડ જાહેર કરીને શોધખોળ હાથ ધરી છે.
(6:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
