<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th August 2024

કોલકાતા લેડી ડોક્ટર રેપ અને મર્ડર કેસ:મંગળવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી સાથે બેઠક બાદ આંદોલન સમેટાયેલ

કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા હજુ સુધી પગલાં ન લેવાતા અને ન્યાય ન મળતાં ડોક્ટરોની આવતીકાલથી ફરી દેશવ્યાપી હડતાળ:ફોર્ડાની જાહેરાત

નવી દિલ્હીઃકોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ગઈકાલે રાત્રે થયેલી તોડફોડની ઘટના બાદ ડોક્ટરોએ ફરી એકવાર દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી છે.

ડૉક્ટરોના સંગઠન ફેડરેશન ઑફ રેસિડેન્ટ ડૉક્ટર્સ એસોસિએશન (FORDA) આ એલાન કરતાં કહ્યું કે લેડી ડોક્ટરને હજુ સુધી ન્યાય મળ્યો નથી. કેન્દ્ર કે રાજ્ય સરકારે હજુ કોઈ અસરકારક પગલાં ભર્યાં નથી. ઉલ્લેખનીય છે કે મંગળવારે મોડી રાત્રે જ ફોર્ડાના પ્રતિનિધિઓ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાને મળ્યા અને હડતાળ ખતમ કરવાની જાહેરાત કરી હતી.

ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) એ તોડફોડની ઘટનાને વખોડી કાઢી છે અને આગળની કાર્યવાહી અંગે નિર્ણય લેવા માટે તેની રાજ્ય શાખાઓ સાથે ઈમરજન્સી બેઠક બોલાવી છે.

ફોર્ડાએ કહ્યું કે આરજી કાર મેડિકલ કોલેજમાં થયેલી હિંસાને ધ્યાનમાં રાખીને અમે અમારા સાથીદારો અને તબીબી સમુદાય સાથે ઊભા છીએ. અગાઉ મંગળવારે ડૉક્ટર્સ એસોસિએશને કેન્દ્રીય આરોગ્ય પ્રધાન જેપી નડ્ડા સાથેની બેઠક બાદ હડતાળ પાછી ખેંચી હતી. ફોર્ડાએ એક નિવેદન જારી કરીને કહ્યું કે, "આરજી કાર મેડિકલ કોલેજમાં બનેલી દુ:ખદ ઘટના બાદ અને સરકાર તેના વચનો સમયસર પૂરા ન કરતી હોવાથી, અમે ફરીથી હડતાલ શરૂ કરી રહ્યા છીએ.

લેડી ડોક્ટર પર રેપ અને મર્ડર બાદ ગઈ કાલે ડોક્ટરોએ ઘટનાના વિરોધમાં ગત રાત્રે જે હોસ્પિટલમાં તોડફોડ કરી હતી. ગુરુવારે મધ્યરાત્રિ પછી કોલકાતાની સરકારી આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના પરિસરમાં અજાણ્યા બદમાશોએ પ્રવેશ કર્યો અને તેના કેટલાક ભાગોમાં તોડફોડ કરી. તે તોડફોડની ઘટના બની હતી.

(6:48 PM IST)