News of Thursday, 15th August 2024
રાજ્યની મહિલાઓને નોકરીમાં માસિક ચક્ર દરમિયાન મળશે એક દિવસની રજા:ઓડિશાના નાયબ મુખ્યમંત્રી પરીદાની જાહેરાત
સરકારી અને ખાનગી બંને ક્ષેત્રમાં લાગુ પડશે: પીરિયડ્સના પહેલા કે બીજા દિવસે રજા લઈ શકશે:આ રજા વૈકલ્પિક હશે

નવી દિલ્હી: ઓડિશામાં સરકારી અને ખાનગી ક્ષેત્રની મહિલા કર્મચારીઓને મહિનામાં એક દિવસની રજા મળશે.તેમ ડેપ્યુટી સીએમ પ્રવતિ પરિદાએ સ્વતંત્રતા દિવસના અવસર પર આ જાહેરાત કરી હતી. કટકમાં સ્વતંત્રતા દિવસના અવસર પર બોલતા, તેમણે કહ્યું કે અત્યાર સુધી મહિલાઓને તેમના માસિક ચક્ર દરમિયાન કોઈ રજા મળતી નથી. હવે અમે એક દિવસની રજા આપવાનું નક્કી કર્યું છે. આ અંતર્ગત મહિલાઓ પીરિયડ્સના પહેલા કે બીજા દિવસે રજા લઈ શકશે. આ રજા તેના માટે વૈકલ્પિક હશે એટલે કે તે ઈચ્છે તો જ તેને મળશે. તેમણે કહ્યું કે આ નિર્ણય સરકારી કર્મચારીઓની સાથે ખાનગી કંપનીઓને પણ લાગુ પડશે.
એક રિસર્ચ મુજબ 40 ટકા છોકરીઓ પીરિયડ્સના કારણે સ્કૂલે નથી જઈ શકતી. શાળાઓમાં પ્રાઈવસીનો અભાવ, શિક્ષણનો અભાવ અને જાગરૂકતા જેવી બાબતોને કારણે તેઓને લાગે છે કે ઘરમાં રહેવું વધુ સારું છે. લગભગ 65 ટકા છોકરીઓનું કહેવું છે કે પીરિયડ્સના કારણે તેમનું સ્કૂલ એજ્યુકેશન પ્રભાવિત થાય છે. તેઓએ શાળા અને વર્ગો ચૂકી જવું પડે છે. ઘણી વખત તેઓ સંકોચના કારણે જતા નથી અને કેટલીક વખત તેમની તબિયત તેમને સાથ નથી આપતી. સામાજિક કાર્યકરોએ પણ ઓડિશા સરકારના નિર્ણયની પ્રશંસા કરી છે.
(7:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
