News of Thursday, 15th August 2024
ઈન્ડિગો એક વર્ષમાં મહિલા પાયલોટની સંખ્યા વધારી ૧ હજાર કરશે: સ્વતંત્રતા દિને મોટી જાહેરાત
દેશની સૌથી મોટી એરલાઈન કંપનીમાં હાલ ૮૦૦ જેટલી લેડી પાયલોટ કાર્યરત:કાફલા અને નેટવર્કને પણ વિસ્તારીત કરાશે

નવી દિલ્હી:દેશની સૌથી મોટી એરલાઈન કંપની ઈન્ડિગોએ મહિલાઓને આઝાદીની ભેટ આપી છે. ઈન્ડીગોએ 1 વર્ષમાં વધારેમાં વધારે મહિલા પાયલટની ભરતીનું એલાન કર્યું છે. ઈન્ડિગો વધારેમાં વધારે મહિલાઓને નોકરી આપવા માગે છે.
ઈન્ડિગોના ચીફ હ્યુમન રિસોર્સ મેનેજર સુખજીત એસ પસરિચાએ કહ્યું કે ઈન્ડિગોએ એક વર્ષની અંદર મહિલા પાઈલટોની સંખ્યા 1000થી ઉપર લઈ જવાનો નિર્ણય કર્યો છે. હાલમાં એરલાઇનમાં 800થી વધુ મહિલા પાઇલોટ છે એટલે કંપની 200થી વધારે પાયલટની ભરતી કરવા માગે છે.
ઈન્ડિગોના ચીફ હ્યુમન રિસોર્સ મેનેજર સુખજીત એસ પસરિચાએ ગુરુવારે કહ્યું કે તેઓ સતત મહિલાઓને વધુને વધુ તકો આપી રહ્યા છે. હવે અમારો ટાર્ગેટ મહિલા પાયલોટની સંખ્યા 1000થી વધુ લઈ જવાનો છે. અમે આવતા વર્ષ સુધીમાં આ આંકડો હાંસલ કરવા માંગીએ છીએ. આનાથી અમારા કર્મચારીઓમાં વિવિધતા વધશે. એરલાઇન તેના કાફલા અને નેટવર્કને પણ વિસ્તારવા જઈ રહી છે. અમારી એન્જિનિયરિંગ ટીમમાં મહિલાઓની સંખ્યામાં પણ લગભગ 30 ટકાનો વધારો થયો છે. આ એરલાઇનમાં દેશમાં સૌથી વધુ 800 મહિલા પાયલોટ છે. આખી દુનિયામાં અમારી પાસે મહિલા પાઈલટની સરેરાશ સૌથી વધુ છે.
ઈન્ડિગોએ બુધવારે 77 મહિલા પાઈલટને નોકરી આપી છે. તે કંપનીના એરબસ અને એટીઆર પ્લેન ઉડાડશે. આ મહિલા પાયલટોને આઝાદીના 77 વર્ષ પૂર્ણ થવા પર નોકરી આપવામાં આવી છે. માર્ચ 2024ના અંત સુધીમાં એરલાઇનમાં 36,860 કર્મચારીઓ હતા. તેમાંથી 5,038 પાઇલોટ અને 9,363 કેબિન ક્રૂ પણ સામેલ હતા. ગયા નાણાકીય વર્ષના અંત સુધીમાં, 713 મહિલા પાઇલટ એરલાઇનમાં કામ કરી રહી હતી. મહિલા કર્મચારીઓનો આંકડો 44 ટકા છે. LGBTQ સમુદાયના લોકોને પણ રાખવામાં આવ્યા છે.
(10:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
