<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th August 2024

આફ્રિકાની બહાર ખતરનાક ચેપી રોગ એમપોક્સનો પ્રથમ કેસ જોવા મળ્યો : વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને આ રોગને હાલમાજ વૈશ્વિક આરોગ્ય કટોકટી તરીકે કર્યો છે જાહેર

આફ્રિકાના ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં આ રોગ પ્રારંભિક ફાટી નીકળ્યા દરમિયાન ઓછામાં ઓછા 450 લોકો મૃત્યુ પામ્યા હતા

સ્ટોકહોમ : સ્વીડનની જાહેર આરોગ્ય એજન્સીએ નોંધ્યું છે કે આફ્રિકન ખંડની બહાર એમપોક્સના ચેપી નવા પ્રકારનો પ્રથમ કેસ તેમના દેશમાં નોંધાયો છે.

ચેપગ્રસ્ત વ્યક્તિને આફ્રિકાના એવા વિસ્તારમાં રોકાણ દરમિયાન ચેપ લાગ્યો હતો જ્યાં હાલમાં એમપોક્સ ક્લેડ 1 પ્રકારના વાયરસનો મોટો પ્રકોપ છે, તેમ સમાચાર એજન્સીએ જણાવ્યું હતું.

આ સમાચાર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) એ જાહેર કર્યાના થોડા કલાકો માંજ આવ્યા છે કે આફ્રિકાના ભાગોમાં એમપોક્સ ફાટી નીકળ્યો છે અને આ હવે આંતરરાષ્ટ્રીય જાહેર આરોગ્ય કટોકટી સાબિત થઈ શકે છે.

ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં પ્રારંભિક ફાટી નીકળ્યા દરમિયાન ઓછામાં ઓછા 450 લોકો મૃત્યુ પામ્યા હતા અને ત્યારથી આ રોગ મધ્ય અને પૂર્વ આફ્રિકાના વિસ્તારોમાં ફેલાયો છે.

Mpox, જે અગાઉ મંકીપોક્સ તરીકે ઓળખાતું હતું, તે નજીકના સંપર્ક દ્વારા ફેલાય છે, જેમ કે સેક્સ કરવાથી, ત્વચા-થી-ત્વચા સંપર્ક માં આવવાથી અને અન્ય વ્યક્તિની નજીક વાતચીત કરતા શ્વાસ લેવા લેવાથી.

એકપોસ્ક ના ફલૂ જેવા લક્ષણો હોય છે, જે ચામડીના જખમનું કારણ બને છે અને તે જીવલેણ હોઈ શકે છે. ચેપગ્રસ્ત 100માંથી ચાર કેસમાં મૃત્યુ થતું જોવા મળ્યું છે.

એમપોક્સના બે પ્રકાર છે, ક્લેડ 1 અને ક્લેડ 2. ક્લેડ 2 એ 2022 માં જાહેર આરોગ્યની કટોકટી ઊભી કરી હતી, પણ તે પ્રમાણમાં હળવી હતી અને તે પહેલાથી જ સ્વીડનમાં દેખાઈ ચુકી છે.

સ્વીડિશ જાહેર આરોગ્ય એજન્સીએ જણાવ્યું હતું કે ક્લેડ 1 આ રોગના વધુ ગંભીર ચેપમાં વધારો અને ઉચ્ચ મૃત્યુદર સાથે સંકળાયેલા હોવાની સંભાવના છે .

એજન્સી વઢમાં જણાવે છે કે ક્લેડ 1 સામાન્ય રીતે ઘરોમાં અને ઘણીવાર બાળકોમાં નજીકના સંપર્કો દ્વારા ફેલાય છે, જ્યારે હળવો પ્રકાર મુખ્યત્વે જાતીય સંપર્ક દ્વારા ફેલાય છે.

 

(10:15 PM IST)