News of Thursday, 15th August 2024
ભારતમાં 2003થી 2020ના સમયગાળામાં વીજળી પડવાથી ઘટનામાં મૃત્યુ દર રમાં વધારોઃ દર ૬૧ સુધી પહોંચ્યોઃ NCRB નો રીપોર્ટ
1967 અને 2020ની વચ્ચે વીજળી પડવાને કારણે 1,01,309 લોકોએ જીવા ગુમાવ્યો હતો જયારે 2010થી 2020ના દાયકામાં સૌથી વધુ લોકો વીજળી પડવાથી મૃત્યુ પામ્યા

નવી દિલ્હીઃ નવી દિલ્હીઃ 2010થી 2020 સુધીનો દાયકો ભારત માટે સૌથી ઘાતક રહ્યો. આ સમયગાળા દરમિયાન વીજળી પડવાના બનાવોને કારણે મૃત્યુઆંકમાં જબરદસ્ત વધારો થયો છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB) દ્વારા આ માહિતી આપવામાં આવી છે. વધુમાં જણાવવામાં આવ્યું છે કે વર્ષ 1967થી વર્ષ 2002 દરમિયાન ભારતમાં સરેરાશ મૃત્યુદર પ્રતિ વર્ષ 38 હતો. 2003થી 2020ના સમયગાળામાં, આ મૃત્યુ દર વધીને 61 થયો.
આ ઉપરાંત વર્ષ 1986માં ભારતમાં વીજળી પડવાથી 28 લોકોના મોત થયા હતા. વર્ષ 2016માં મૃત્યુઆંક વધીને 81 થયો હતો. ઓડિશામાં ફકીર મોહન યુનિવર્સિટીના સંશોધકોએ અહેવાલ આપ્યો છે કે 1967 અને 2020ની વચ્ચે વીજળી પડવાને કારણે 1,01,309 લોકોના મોત થયા હતા. 2010થી 2020ના દાયકામાં સૌથી વધુ લોકો વીજળી પડવાથી મૃત્યુ પામ્યા હતા.
અભ્યાસ બાદ પ્રકાશિત થયેલા રિપોર્ટમાં સંશોધકોએ લખ્યું, 'આ આંકડા દર્શાવે છે કે વર્ષ 1967થી વર્ષ 2002 સુધીમાં ભારતમાં સરેરાશ વાર્ષિક મૃત્યુ દર 38 હતો. વર્ષ 2003થી વર્ષ 2020 સુધીમાં આ આંકડો વધીને 61 થયો છે. વધુમાં જણાવવામાં આવે છે કે વર્ષ 2010થી વર્ષ 2020 સુધીનો દાયકો વીજળી પડવાની ઘટનાઓના સંદર્ભમાં ઘાતક સાબિત થયો છે. સંશોધકોએ રિપોર્ટમાં ચેતવણી આપી છે કે ક્લાઈમેટ ચેન્જના કારણે આવી પરિસ્થિતિઓ વધી રહી છે. આગામી વર્ષોમાં સ્થિતિ વધુ વણસી શકે છે.
સંશોધકોએ તેમના સંશોધનમાં જણાવ્યું હતું કે વીજળી પડવાથી સૌથી વધુ મૃત્યુ મધ્યપ્રદેશમાં થાય છે. આ પછી મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને ઓડિશા જેવા રાજ્યો છે. જો કે, વિસ્તાર પ્રમાણે નાના રાજ્યોમાં પ્રતિ 1,000 ચોરસ કિલોમીટરના મૃત્યુના સંદર્ભમાં, બિહારમાં 79, પશ્ચિમ બંગાળમાં 76 અને ઝારખંડમાં 42 મૃત્યુ નોંધાયા છે. વિસ્તાર પ્રમાણે મોટા રાજ્યોમાં ઓછા મૃત્યુ નોંધાયા છે. સંશોધન દર્શાવે છે કે 1967 થી, મધ્ય ભારતના ક્ષેત્રમાં વીજળી પડવાથી મૃત્યુમાં સતત વધારો થયો છે. આ વિસ્તારમાં સૌથી વધુ મૃત્યુદર નોંધાયો હતો. આ પછી ઉત્તર-પૂર્વ ભારતમાં વીજળી પડવાથી સૌથી વધુ લોકોના મોત થયા છે. સંશોધકોના જણાવ્યા અનુસાર, ઉત્તરપૂર્વમાં જંગલોના વિનાશ, પાણીના સ્ત્રોતોના ઘટાડાને કારણે, ગ્લોબલ વોર્મિંગને કારણે વીજળી પડવાની ઘટનાઓમાં તીવ્ર વધારો નોંધવામાં આવ્યો હતો.
સંશોધકોએ દેશની વીજળી પડવાની નીતિઓ અને કાર્ય યોજનાઓની પણ સમીક્ષા કરી હતી. સંશોધન દર્શાવે છે કે 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી માત્ર સાત જ એક્શન પ્લાન તૈયાર કરી શક્યા છે. મધ્યપ્રદેશ, ઓડિશા, બિહાર, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગાણા, તમિલનાડુ જેવા સૌથી સંવેદનશીલ રાજ્યો સિવાય, ઉત્તર ભારતના તમામ રાજ્યો અને ઉત્તર-પૂર્વના રાજ્યોએ રાષ્ટ્રીય આપત્તિ મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા તૈયાર કરાયેલા એક્શન પ્લાન પર હજુ સુધી કાર્યવાહી કરી નથી.
(10:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
