News of Friday, 16th August 2024
પાકિસ્તાનમાં મંકીપોક્સનો પહેલો કેસ મળ્યો, સાઉદીથી પરત આવેલ વ્યક્તિ સંક્રમિત નીકળ્યો : ભારત માટે ખતરો ?
સંપર્કમાં આવેલા લોકોની તપાસ કરવામાં આવી રહી છે :કોંગોમાં ૫૮૪ લોકોના મોત થયા છે

ઈસ્લામાબાદ, તા.૧૬: WHOએ મંકીપોક્સને લઈને વિશ્વવ્યાપી એલર્ટ જાહેર કર્યું છે. દરમિયાન, પાકિસ્તાનમાં મંકીપોક્સનો પ્રથમ કેસ જોવા મળ્યો છે. આના એક દિવસ પહેલા, પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ દ્વારા રોગોના સંભવિત ફેલાવાને રોકવા માટે એલર્ટ જાહેર કર્યું હતું. ગુરુવારે પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા (KP)ના એક નાગરિકમાં મંકીપોક્સનો આ વર્ષનો પ્રથમ કેસ નોંધાયો હતો. હાલમાં જ આ વ્યક્તિ સાઉદી અરેબિયાથી પરત ફર્યો છે. પાકિસ્તાનના સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું કે યુવક દિરનો છે અને હાલ મર્દાનમાં રહે છે.
તેમણે કહ્યું કે ૩ ઓગસ્ટે સાઉદી અરેબિયાથી પરત ફર્યા બાદ ચેપગ્રસ્ત વ્યક્તિ એમપોક્સથી પીડિત હોવાનું જાણવા મળ્યું હતું. સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઓએ વધુમાં કહ્યું કે તેઓએ સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવેલા લોકોના સેમ્પલ લીધા છે. આ પછી, આરોગ્ય સેવાઓએ તમામ ઇનકમિંગ અને આઉટગોઇંગ રૂટ પર કડક દેખરેખ રાખવાનો આદેશ આપ્યો છે. મંકીપોક્સના ફેલાવાને રોકવા માટે વધુ પગલાં લેતા, પાકિસ્તાનના આરોગ્ય મંત્રાલયે એક સત્ર યોજ્યું અને મંકીપોક્સ સંબંધિત સલાહ અને માર્ગદર્શિકા જારી કરી.
ભારતમાં હજુ સુધી આ વાયરસનો કોઈ કેસ સામે આવ્યો નથી. જો કે, WHO મુજબ, ભારતમાં જાન્યુઆરી ૨૦૨૨ થી જૂન ૨૦૨૪ વચ્ચે MPOXના ૨૭ કેસ નોંધાયા છે. ગલ્ફ કન્ટ્રીમાં મોટી સંખ્યામાં ભારતીયો વસે છે. આવી સ્થિતિમાં પાકિસ્તાનમાં આ કેસ મળવો એ ભારત માટે પણ ચિંતાનો વિષય છે. ગયા વર્ષે પાકિસ્તાનમાં એમપીપોક્સના ૯ કેસની પુષ્ટિ થઈ હતી. તમામ કેસ મધ્ય પૂર્વ અને અન્ય દેશોમાંથી પરત ફરતા પ્રવાસીઓમાંના હતા. એચઆઇવી અને ગાલપચોળિયાંથી સંક્રમિત એક દર્દીનું પાછળથી ઇસ્લામાબાદમાં મળત્યુ થયું હતું.
ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં એમપોક્સના કેસે સૌથી વધુ પાયમાલી મચાવી છે. આ વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં ૫૪૮ લોકોના મોત થયા છે. દેશના તમામ પ્રાંતો તેનાથી પ્રભાવિત છે. WHO એ બુધવારે MPOX ના વધતા કેસોને કારણે વૈશ્વિક જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરી. આરોગ્ય પ્રધાન સેમ્યુઅલ-રોજર કમ્બાએ ગુરુવારે જણાવ્યું હતું કે દેશમાં વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં ૧૫,૬૬૪ સંભવિત કેસો અને ૫૪૮ મળત્યુ નોંધાયા છે
(11:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
