<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th August 2024

મેટા બિલિયોનેર માર્ક ઝકરબર્ગએ એક મોટું કામ : સોશિયલ મીડિયા પર સનસનાટી મચાવી દીધી

પોતાની પત્ની પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતા ફેસબુકના સ્થાપક અને અબજોપતિ ઉદ્યોગસાહસિક માર્ક ઝકરબર્ગે તેમના ઘરની પાછળ તેમની પત્ની પ્રિસિલા ચાનની વિશાળ પ્રતિમા સ્થાપિત કરી

નવી દિલ્હી : પોતાની પત્ની પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતા ફેસબુકના સ્થાપક અને અબજોપતિ ઉદ્યોગસાહસિક માર્ક ઝકરબર્ગે તેમના ઘરની પાછળ તેમની પત્ની પ્રિસિલા ચાનની વિશાળ પ્રતિમા સ્થાપિત કરી છે. ચાન પ્રિસિલાની પોતાની વિશાળ પ્રતિમાની સામે ઉભેલી તસવીર ફેસબુકના સંસ્થાપક દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવી છે જે વાયરલ થઈ છે. આ પ્રતિમા પ્રિસિલા કરતા ઘણી ઊંચી અને મોટી છે 

   ઝકરબર્ગે પ્રખ્યાત કલાકાર ડેનિયલ અરશમને આ પ્રતિમા બનાવવા માટે વિનંતી કરી હતી. ડેનિયલ અરશમ ન્યૂયોર્કમાં રહેતા આર્કિટેક્ટ, શિલ્પકાર અને પ્રદર્શન કલાકાર છે. તેમણે તાજેતરમાં બનાવેલી પ્રિસ્કિલા ચાનની પ્રતિમા પણ તેમની તાજેતરની કૃતિ 'Bronze with Tiffan Green Patina' જેવી જ છે. 

      માર્ક ઝકરબર્ગે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, "ડેનિયલ અર્શમ, મારી પત્નીની પ્રતિમા બનાવીને રોમન પરંપરા પાછી લાવવા બદલ આભાર." આ સાથે તેણે આ નવી પ્રતિમાની સામે ઉભેલી તેની પત્ની પ્રિસિલાનો ફોટો પણ શેર કર્યો છે. માર્ક ઝકરબર્ગ અને પ્રિસિલા ચાનનાં લગ્ન 12 વર્ષ પહેલાં થયાં હતાં અને આ દંપતીને મેક્સિમા, ઓગસ્ટ અને ઓરેલિયા નામની ત્રણ દીકરીઓ છે. માર્ક ઝકરબર્ગ અને પ્રિસિલા પ્રથમ વખત હાર્વર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વખતે કોલેજના મિત્રો દ્વારા આયોજિત પાર્ટીમાં મળ્યા હતા. આ પછી બંનેએ 2003થી ડેટિંગ કરવાનું શરૂ કર્યું.

   ટેક બિલિયોનેર માર્ક ઝકરબર્ગે ગયા વર્ષે ફેસબુક પર પોતાની લવ સ્ટોરી વિશે લખ્યું હતું. માર્ક ઝકરબર્ગે લખ્યું, "મારા મિત્રોને લાગ્યું કે મને કોલેજમાંથી કાઢી મુકવામાં આવશે, તેથી તેઓએ મારા માટે એક પાર્ટી આપી, જ્યાં હું મારી પત્ની પ્રિસિલાને પહેલીવાર મળ્યો." તેણે આગળ લખ્યું, "મેં પ્રિસિલાને કહ્યું કે મારી પાસે બહુ ઓછો સમય છે, તેથી આપણે બને તેટલું જલ્દી બહાર જવું જોઈએ." આ પછી મેં ફેસબુક શરૂ કર્યું. પછી અમે લગ્ન કર્યા અને ત્રણ સુંદર દીકરીઓ છે. અમારી સફર ખૂબ જ શાનદાર રહી છે." હવે માર્ક ઝકરબર્ગ દ્વારા તેમની પત્નીની પ્રતિમા સ્થાપિત કરવાના સમાચાર સોશિયલ મીડિયા પર સનસનાટી મચાવી રહ્યા છે.

(1:07 PM IST)