તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Friday, 16th August 2024
કોલકતાની મહિલા ડોકટરનો ઇન્કવેસ્ટ રિપોર્ટ સામે આવ્યોઃ આંખો- મોઢા તથા પ્રાઇવેટ પાર્ટમાંથી લોહી વહેતુ હતુ
પેટ, હોઠ, ગળુ, ડાબા હાથની આંગળી, જમણો પગ, ચહેરો તથા નખમાં ઇજાના નિશાનઃ ગળુ અને મોઢુ દબાવી હત્યા

કોલકતા તા.૧૬: પં. બંગાળમાં ટ્રેની મહિલા ડોકટર સાથે બળાત્કાર અને હત્યાની ઘટના બાદ ઇન્કવેસ્ટ રિપોર્ટ તૈયાર કરાયો છે. આ રિપોર્ટ મૃતદેહના પોસ્ટમોર્ટમ પહેલા તૈયાર કરાય છે. જેને પ્રાથમિક રિપોર્ટ માનવામાં આવે છે. તેના આધારે જ પોસ્ટ મોર્ટમમાં કાયદાકીય રીતે અને મેડીકલના ગ્રાઉન્ડ ઉપર મોતના કારણોની ખબર પડે છે.
ઇન્કવેસ્ટના ચાર પાનાના રિપોર્ટમાં જણાવ્યા મુજબ પીડીતાની બન્ને આંખો, મોઢુ, અને પ્રાઇવેટ પાર્ટમાંથી લોહી વહેતુ હતું. પેટ, હોઠ, ગળુ, ડાબા હાથની આંગળી, જમણો પગ, મોઢુ અને નખમાં ઇજા હતી. રિપોર્ટમાં હત્યા, રેપનો સંકેત આપવામાં આવ્યો છે. હત્યા ગળુ દબાવીને કરવામાં આવી છે. પીડીતા રાડ ન પાડે તે માટે ગળુ અને મોઢુ સતત દબાવીને રખાયા હતા. મોતનો સમય સવારે ૩ થી ૫ વચ્ચેનો જણાવાયો છે.
પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ પીડીતાની આંખો ઉપર ઇજાના નિશાનનું કારણ શોધી શકાયું નથી. માર-પીટથી માથામાં ઇજા થઇ હતી. મોઢાને દબાવવા બળજબરી કરાતા ઉજરડા પડયા હતા. ગળુ દબાવવાના કારણે પીડીતાની થાઇરોઇડ કાર્ટીલેજ તુટી ગઇ હતી.(૨.૩૧)
(2:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
