News of Friday, 16th August 2024
ક્રેસંડા રેલ્વે સોલ્યુશન્સે સમગ્ર પૂર્વીય રેલ્વેમાં વાઇફાઇ અને કન્ટેન્ટ ઓન ડિમાન્ડ પૂરા પાડવા માટે શૌર્ય ટેલીસર્વિસીઝ સાથે જોડાણ કર્યુ

મુંબઈ, - અગ્રણી પ્રાઇવેટ રેલ્વે ઓક્સિલરી કન્સીર્જ સર્વિસ અને ડિજિટલ મીડિયા કંપની ક્રેસંડા રેલ્વે સોલ્યુશન્સે (BSE: CRESSAN) તાજેતરમાં સમગ્ર પૂર્વ રેલવેમાં વાઇફાઇ અને કન્ટેન્ટ ઓન ડિમાન્ડ પ્રદાન કરવા માટે શૌર્ય ટેલીસર્વિસીઝ પ્રાઇવેટ લિમિટેડ સાથે જોડાણ કર્યું છે.
આ એક પરિવર્તનકારી પહેલ છે અને વાસ્તવમાં ડિજિટલ ઈન્ડિયા તરફનું વધુ એક પગલું છે. પાયલોટ પ્રોજેક્ટ સૌપ્રથમ એક લાંબા અંતરની ટ્રેન સાથે શરૂ થશે જે હાવડા ડિવિઝનમાંથી ઉપડશે અને બાડમેર (રાજસ્થાન) સુધી જશે. આ ભાગીદારી સમગ્ર ભારતમાં ટ્રેનોમાં ડિજિટલ કનેક્ટિવિટીમાં ક્રાંતિ લાવવા માટે તૈયાર છે, જે સાચા અર્થમાં ડિજિટલ ઈન્ડિયાના વિઝનને સાકાર કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. ઉચ્ચ કનેક્ટિવિટી ઓફર કરીને, મુસાફરો વધુ એકીકળત અને આનંદ-દ મુસાફરીનો અનુભવ કરશે અને ડિજિટલ અંતરને વધુ ઘટાડવામાં યોગદાન આપશે.
ક્રેસંડાએ રેલ સર્વિસીઝ સાથે પણ નિશ્ચિત કરાર કર્યો છે અને તે રેલ સર્વિસીઝ ફર્મ એપ ‘રેલ સર્વિસીસ' અને ‘રેલ સર્વિસ મેનેજર' હસ્તગત કરશે. ‘રેલ સર્વિસીઝ' એપ્લિકેશન પ્રવાસીઓને તેમની વ્હીલચેરની જરૂરિયાતોને સરળતાથી બુક કરવા માટે સુવિધા આપે છે. ક્રેસંડાને તેના કન્સીર્જ સર્વિસીઝના ટેન્ડર દ્વારા શરૂઆતમાં હાવડા અને સીલદાહ ડિવિઝનથી શરૂ કરવા માટે વ્હીલ ચેર સર્વિસીઝ પ્રદાન કરવાની મંજૂરી આપવામાં આવી છે. વ્હીલ ચેર સેવા ૧ ઓગસ્ટ ૨૦૨૪થી હાવડા સ્ટેશનથી શરૂ થઈ ગઈ છે અને બાદમાં સીલદાહ અને પૂર્વ રેલવેના અન્ય વિભાગોમાં વિસ્તરણ કરવામાં આવશે
(4:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
