<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th August 2024

વિશ્વાસપાત્ર પત્‍નિ જોઈતી હોવાથી કુકર સાથે લગ્ન કરી લીધાં : પણ એ ચાર જ દિવસ ટકયાં

મુંબઇ, તા.૧૬: અમુક યુવકો એક-બે લગ્ન પછી પણ જાણે ધરાતા નથી, જ્‍યારે કેટલાક લોકોને પોતાને મનગમતું ભરોસાપાત્ર પાત્ર મળતું જ નથી. સોશ્‍યલ મીડિયામાં એક વિડિયો વાઇરલ થઈ રહ્યો છે જેમાં એક ભાઈ અજીબોગરીબ વસ્‍તુ સાથે લગ્ન કરી રહ્યા છે. તેમને કોઈ વિશ્વાસપાત્ર કન્‍યા મળી ન હોવાથી તેમણે આખરે રાઇસ-કુકર સાથે લગ્ન કરી લીધાં છે. ખોઇરુલ અનમ નામના આ ભાઈએ પોતાની દુલ્‍હન એટલે કે રાઇસ-કુકરને દુલ્‍હન જેવી વાઇટ ઓઢણી પણ ઓઢાડી છે. કેટલીક તસવીરોમાં એક-બે બીજા લોકો પણ તેની બાજુમાં બેઠા છે અને તેને લગ્નની શુભકામના આપી રહ્યા છે. લગ્ન માટે તે રજિસ્‍ટરમાં સહી કરતો જોવા મળે છે અને પછી કકુકરને કિસ પણ કરે છે. ફેસબુક પર મૂકેલી આ પોસ્‍ટમાં દુલ્‍હો લખે છે, ‘નિષ્‍પક્ષ, આજ્ઞાકારી, પ્રેમપૂર્ણ અને ખાવાનું બનાવવામાં આ સારી છે.'

શું આવું કોઈ કરી શકે? હા, આ ઘટના અસલી છે, પણ ૨૦૨૧માં બની છે અને તાજેતરમાં ફરીથી સોશ્‍યલ મીડિયામાં વાઇરલ થઈ છે. અલબત્ત, કુકર સાથે કુમકુમનાં પગલાં પાડનારા આ ભાઈએ ચાર જ દિવસમાં છૂટાછેડા લઈ લીધા હતા અને એ ડિવૉર્સની પોસ્‍ટમાં લખ્‍યું હતું, ‘અમે અલગ થઈ રહ્યાં છીએ, કેમ કે એ ભાત સિવાય બીજું કંઈ બનાવી નથી શકતું.'

(4:39 PM IST)