<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th August 2024

બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા યુનુસે પીએમ મોદી સાથે વાત કરી

વર્તમાન પરિસ્થિતિ અંગે વિચારોની આપ-લે કરી. લોકતાંત્રિક, સ્થિર, શાંતિપૂર્ણ અને પ્રગતિશીલ બાંગ્લાદેશ માટે ભારતના સમર્થનનો પુનરોચ્ચાર કર્યો

નવી દિલ્હી : બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે ફોન પર વાત કરી છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે તેમણે બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર પ્રોફેસર મુહમ્મદ યુનુસ સાથે ફોન પર વાત કરી. વર્તમાન પરિસ્થિતિ અંગે વિચારોની આપ-લે કરી. લોકતાંત્રિક, સ્થિર, શાંતિપૂર્ણ અને પ્રગતિશીલ બાંગ્લાદેશ માટે ભારતના સમર્થનનો પુનરોચ્ચાર કર્યો. તેમણે બાંગ્લાદેશમાં હિંદુઓ અને તમામ લઘુમતીઓની સુરક્ષા, સુરક્ષા અને રક્ષણની ખાતરી પણ આપી હતી

(7:40 PM IST)