News of Saturday, 17th August 2024
કોલકત્તા રેપ અને મર્ડરના બનાવના વિરોધમાં દેશભરમાં ડોક્ટરોની હડતાલનો પ્રારંભ: સરકાર સમક્ષ પાંચ માગણીઓ મૂકવામાં આવી

ઇન્ડિયન મેડિકલ એસોસિએશન - આઈએમએ દ્વારા કોલકત્તામાં કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં એક તાલીમાર્થી મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને ક્રૂર હત્યાના વિરોધમાં આજે સવારે ૬ વાગ્યાથી ૨૪ કલાક માટે બિન-ઇમરજન્સી તબીબી સેવાઓની રાષ્ટ્રવ્યાપી હડતાલનો પ્રારંભ થયો છે, ઇમરજન્સી સિવાઈ તમામ મેડિકલ સેવાઓ ઠપ્પ થઈ ગઈ.
આઈએમએ દ્વારા રેસીડેન્ટ ડોકટરોના કામકાજ અને જીવનની સ્થિતિની સંપૂર્ણ સમીક્ષા કરવા સહિત કેન્દ્ર પાસે પાંચ માંગણીઓ કરવામાં આવી છે. જેમાં આરજી કાર હોસ્પિટલમાં પીડિતાની ૩૬-કલાકની ડ્યુટી શિફ્ટ અને આરામ કરવા માટે સલામત જગ્યાઓની અછતનો સમાવેશ થાય છે.
અત્યંત ક્રૂર અને હૈયુ હચમચાવે તેવો આ બનાવ હવે રાજકીય રૂપ પકડતો જાય છે તેવી ચર્ચા થઈ રહી છે. આ બનાવ ના પગલે ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ અમને સામને આવી ગયેલ છે.
(9:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
