News of Saturday, 17th August 2024
ઉત્તર પ્રદેશમાં સૌથી લાંબો સમય મુખ્યમંત્રી પદે રહેવાનો યોગી આદિત્યનાથનો વિક્રમ સ્થપાયો: બીજા નંબરે કોંગ્રેસના ડો. સંપૂર્ણાનંદ

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ૭ વર્ષ અને ૧૪૯ દિવસ સુધી સતત આ પદ સંભાળનાર ઉત્તર પ્રદેશના પ્રથમ મુખ્યમંત્રી બન્યા છે.
યોગીજી ૨૦૨૨થી યુપી વિધાનસભામાં ગોરખપુર વિધાનસભા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. તેઓ ૨૦૧૭ થી રાજ્યના મુખ્યમંત્રી તરીકેની તેમની જવાબદારીઓ નિભાવી રહ્યા છે.
યોગી ૧૯ માર્ચ, ૨૦૧૭ થી સતત રાજ્યના મુખ્યમંત્રી પદ પર છે.
કોંગ્રેસના ડો.સંપૂર્ણાનંદ બીજા નંબર પર છે. તેઓ ૫ વર્ષ ૩૪૫ દિવસ યુપીના સીએમ રહ્યા હતા.
સમાજવાદી પાર્ટીના મુલાયમ સિંહ યાદવ, ૩ વખત સીએમ હતા, કુલ ૬ વર્ષ અને ૨૭૪ દિવસ સુધી સીએમ રહ્યા.
તે જ સમયે, ૪ વખત સીએમ રહી ચૂકેલા માયાવતી પણ યોગીના રેકોર્ડથી પાછળ છે. માયાવતી કુલ ૭ વર્ષ અને ૧૬ દિવસ મુખ્યમંત્રી રહ્યા.
સપામાંથી સીએમ બનેલા અખિલેશ યાદવ પણ ૫ વર્ષ ૪ દિવસ માટે મુખ્યમંત્રી રહ્યા છે.
(9:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
