તા. ૧૨ એપ્રિલ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ચૈત્ર સુદ – ૧૫ શનિવાર
News of Saturday, 17th August 2024
બેંકોમાં દર ત્રીજું ખાતું મહિલાઓનું છે, પરંતુ કુલ જમા નાણાંનો માત્ર પાંચમો ભાગ જ તેમના નામે છે : NSO ડેટા
આ ભેદભાવ શહેરી વિસ્તારોમાં વધુ છે : મેટ્રોમાં જમા થયેલી કુલ સંપત્તિમાંથી માત્ર ૧૬.૫ ટકા (રૂ.૧.૯ લાખ કરોડ) મહિલાઓના નામે છે

નવી દિલ્હી, તા.૧૭: નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (NSO)ના નવા રિપોર્ટ અનુસાર, બેંકોમાં જમા કરાયેલા કુલ નાણાંમાંથી માત્ર પાંચમા ભાગની રકમ મહિલા ખાતાધારકોના ખાતામાં છે. જો કે બેંકોમાં દર ત્રીજું ખાતું મહિલાના નામે છે. આ દેશમાંસ્ત્રી-પુરુષ વચ્ચે રહેલી નાણાકીય અસમાનતા દર્શાવે છે.
ડેટા દર્શાવે છે કે કુલ ૨.૫૨ અબજ વ્યક્તિગત ખાતાઓમાંથી માર્ચ ૨૦૨૩ સુધીમાં કુલ ૩૬.૪ ટકા (૯૧.૭૭ કરોડ) મહિલાઓના નામે હતા. આ ખાતાઓમાં હિંદુ અવિભાજિત પરિવારો, નિવાસી વ્યક્તિઓ, ખેડૂતો, ઉદ્યોગપતિઓ, વ્યાવસાયિકો, સ્વરોજગાર, પગારદાર વ્યક્તિઓ અને અન્ય લોકોનો સમાવેશ થાય છે.
જો આ ખાતાઓમાં જમા થયેલ કુલ નાણાંની સ્થિતિ જોઈએ તો આ ખાતાઓમાં જમા કરાયેલા ૧૮૭ લાખ કરોડ રૂપિયામાંથી ૨૦.૮ ટકા (૩૯ લાખ કરોડ રૂપિયા) મહિલાઓના નામે જમા થયા છે.
આ ભેદભાવ શહેરી વિસ્તારોમાં વધુ છે. મેટ્રોમાં જમા થયેલી કુલ સંપત્તિમાંથી માત્ર ૧૬.૫ ટકા (રૂ.૧.૯ લાખ કરોડ) મહિલાઓના નામે છે. જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં જમા કરાયેલા કુલ નાણાંમાંથી ૩૦ ટકા (રૂ.૫.૯૧ લાખ કરોડ) મહિલાઓના નામે છે. શહેરી વિસ્તારોમાં જનધન ખાતા ખોલવાને કારણે આવું બન્યું હશે.
(10:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
