<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th August 2024

મુંબઈના અટલ સેતુ પરથી આત્મહત્યા કરવા મહિલાએ પુલ પરથી છલાંગ લગાવી:કેબ ડ્રાઈવરે વાળ પકડી બચાવી : જુઓ વિડિઓ

મહિલા અટલ બ્રિજ પરથી કુદકો મારે છે.આ જ ક્ષણે કેબ ડ્રાઈવર તેના વાળ પકડી લે છે. મહિલાની લટકતી જોઈને પોલીસવાળા તરત જ રેલિંગ પર ચડી જાય છે

દક્ષિણ મુંબઈને નવી મુંબઈથી જોડનાર અટલ સેતુ પરથી એક મહિલાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જો કે કેબ ડ્રાઈવર અને પોલીસની સર્તકતાને કારણે 56 વર્ષીય મહિલાનો જીવ બચાવી શકાયો હતો.

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર શુક્રવારે સાંજના સાત વાગ્યે મુલુંડ નિવાસી રીમા મુકેશ પટેલ એક ટેક્સી દ્વારા અટલ સેતુ પહોંચી હતી. ન્હાવા શેવા તરફ તેણે ટેક્સી રોકી અને જઈને સુસાઈડ ક્રેશ બેરિયર તરફ જઈને રેલિંગ પર બેસી ગઈ. જ્યાં ટેક્સી ડ્રાઈવર તેની બાજુમાં ઉભેલો જોઈ શકાય છે.

અચાનક પોલીસવાન ત્યાં આવતા મહિલા અટલ બ્રિજ પરથી કુદકો મારે છે. પરંતુ આ જ ક્ષણે કેબ ડ્રાઈવર તેના વાળ પકડી લે છે. મહિલાની લટકતી જોઈને પોલીસવાળા તરત જ રેલિંગ પર ચડી જાય છે અને ઉપર સુરક્ષિત લાવીને તેનો જીવ બચાવે છે.

જો કે મહિલાના જણાવ્યા અનુસાર તે પોલીસને જોઈને ગભરાઈ ગઈ હતી અને કાબૂ ગુમાવી દીધો હતો. જો કે પોલીસ આ અંગે આગળની તપાસ કરી રહી છે.

(12:19 PM IST)